"અમારી પાસે હાર્દિકી પાંડ્યા જોવો ઓલરાઉન્ડર નથી", શાહિદી આફ્રિદી આ વાતથી દુ:ખી
આગામી ટી20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ એક મોટુ નિવેદન આપ્યુ છે. અફરીદીએ જણાવ્યું હતુ કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ પાસે હાર્દિક પાંડ્યા જેવો ઓલરાઉન્ડર ફિનિશર ટીમાં નથી. હાર્દિક પાંડ્યાએ ઓસ્ટ્
આગામી ટી20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ એક મોટુ નિવેદન આપ્યુ છે. અફરીદીએ જણાવ્યું હતુ કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ પાસે હાર્દિક પાંડ્યા જેવો ઓલરાઉન્ડર ફિનિશર ટીમાં નથી. હાર્દિક પાંડ્યાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની ટી20 સિરિઝમાં જે પ્રદર્શન કર્યુ તે વખણાવા લાયક છે. મોહાલીમાં ટી20માં પાંડ્યાએ ભારત માટે ટી20 કેરિયની સૌથી મોટી ઇનિંગ્સ પણ રમી હતી. 30 બોલમાં 71 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.

આફ્રીદીનું દર્દ દેખાયુ
સમા ટીવી પર વાત કરતા શાહિદ આફ્રિદીએ કહ્યુ કે, "હાર્દિક પાંડ્યા જેવા ફિનિનશર આપણી પાસે નથી. આપણે વિચાર્યુ હતુ કે, આસિફ અલી અને ખુશદિલ શાહ આ કામ કરશે. પરંતુ તેમણે તેમ ના કર્યુ. મોહમ્મદ નવાજ પણ તેટલા કાબિલ નથી. અને શાદાબ ખાન. આ ચારેય ખેલાડીઓમાં કમ સે કમ બે માં તો સાત્યતા હોવી જોઇએ. શાદાબ શાદાબ જ્યારે બોલિગ કરે તે ઘણુ મહત્વનુ છે. જ્યારે પણ તે સારી બોલિંગ કરે છે પાકિસ્તાન જીતી જાય છે.

આકિબે પણ કહ્યુ હતુ કે, અમારી પાસે નથી હાર્દિક
એશિયા કપની શરૂઆત પહેલા પૂર્વ પાકિસ્તાન પેસર આકિબે જાવેદે પણ પોતાના એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન ટીમ પાસે હાર્દિક જેવો ખેલાડી નથી તેણે કહ્યુ કે, બંને ટીમો પાસે ટોપ ઓર્ડર એવા ખેલાડી છે જે મેચ જીતાડી શકે તેવું પ્રદર્શન કરી શકે છે. પરંત પાકિસ્તાન પસે હાર્દિક પાંડ્યા જેવો ઓલરાઉન્ડર ખેલાડી નથી. જે નિચેના ક્રમે આવીને સારી બેટિંગ કરી શકે.

પાકે જલ્દી સુધારો કરવો પડશે
આફ્રિદીએ કહ્યુ કે, ટી20 વિશ્વ કપ પહેલા પાકી ટીમે સુધારો કરવો પડશે. પૂર્વ કેપ્ટેન અનુસાર આપણે જે પ્રકારની પિચ પર રમી રહ્યા છીએ તેમા તમને બે ફાસ્ટ બોલર અને એક ઓલરાઉન્ડરની જરૂર છે. આપણે જે નવો ખેડાલી જમાલની પસંદગી કરી છે. તેને કેમ નથી રમાડવામાં આવતો.? તેને એક ઓલરાઉડર તરીકે રમાડવો જોઇએ. તેને ઓલરાઉન્ડર તરીકે રમાડવો જોઇએ. તેની પાસે બોટિંગ કરાવો અને ત્યાર બાદ બોલિંગ પણ કરાવો તમને ખબર પડી જશે કે, તે કેવા પ્રકારના ક્રિકેટર છે.

23 ના રોજ વર્લ્ડ કપનો મેચ
ટી20 વર્લ્ડકપ માટે ભારત અને પાકિસ્તાનની ટીમ એક જ ગૃપમાં રાખવામાં આવી છે વિશ્વકપની શરૂઆત 16 ઓક્ટોબરના રોજથી થાય છે. પરંતુ ભારત અને પાકિસતાનની ટીમો અભિયાનની શરૂઆત એક બીજા સામે રમાનાર મેચથી કરશે. આ મહામુકાબલામાં 23 ઓક્ટોબરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે. દુનયા ભરના ફેન્સ આ તકની રાહ જોઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
