વિરાટ કોહલીના વાળ કપાવવાના કેટલા રૂપિયા ચૂકવે છે? 'A' ગ્રેડ ઓફિસરની સેલરી કરતા પણ વધુ છે પ્રાઈસ
IPLમાં જ્યારે ખેલાડીઓ મેદાન પર આવે છે, ત્યારે તેમની પર્ફોર્મન્સ ઉપરાંત, તેમના ફેશન સ્ટાઇલ પણ ચર્ચાનો વિષય બની જાય છે. ભારતના ફેશન આઇકોન તરીકે, વિરાટ કોહલીનો નામ દરેક ખેલાડીથી આગળ છે. વિરાટની ડ્રેસિંગ સેન્સ અને હેરસ્ટાઈલ એની ખાસ ઓળખાણ બની ચુકી છે, અને ઘણા ચાહકોએ તેનાં ફેશન ટ્રેન્ડ્સને અનુસરવાનું શરુ કર્યું છે.
કોઈને જાણ નહીં હોય પરંતુ વિરાટ કોહલીના વાળ કાપનાર વ્યક્તિ કોહલીના વાળ કાપીને લાખો રૂપિયા કમાય છે. આથી સ્પષ્ટ થાય છે કે કોહલી ફેશન માટે કેટલું મહત્વ આપે છે.
વિરાટના વાળ જે હેરી-ફેશન માટે જાણીતા એવા સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ અલીમ હકીમ દ્વારા કાપવામાં આવે છે. IPL 2024 પહેલા વિરાટે હકીમના સલુનમાં વાળ કાપાવ્યા હતા. અલીમ હકીમ મહેન્દ્રસિંહ ધોનીના વાળ પણ કાપી ચુક્યા છે. એમણે ધોની માટે પણ કેટલીક નવી અને ટ્રેન્ડિંગ હેરસ્ટાઈલ તૈયાર કરી છે.

આ અંગે એક વખત વાત કરતા હકીમે તેણે જણાવ્યું કે, ધોની અને વિરાટ વચ્ચે દોસ્તી જૂની છે, અને બંને ખાસ કરીને IPLના સમય દરમિયાન એકબીજાને અલગ અને નવા લુક આપવાનો પ્રયાસ કરતા રહે છે. "વિરાટ અમને હંમેશા પ્રેરણા આપે છે કે નવું અને ખાસ કરવાનો પ્રયાસ કરો,"
આ સાથે, હકીમે તેના વાળ કાપવાની ફી પણ જાહેર કરી છે, જે ખરેખર આશ્ચર્યજનક છે. "હું ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા લઉ છું, અને અમુક પરિસ્થિતિમાં આ ફી 2-4 લાખ સુધી પહોંચી શકે છે"
આલીમ હકીમ જેટલી ફી વસૂલે છે તેટલા પૈસા તો અધિકારીઓની સરકારી નોકરીઓના પ્રારંભિક પગારમાં પણ મળતા નથી. કોહલી અને ધોની જેવા સુપરસ્ટારો માટે આવા ખર્ચા સામાન્ય બાબત છે. 2011ના વર્લ્ડ કપ પછી, ધોનીએ પોતાની લંબાઇવાળા વાળ કાપી નાખ્યા હતા, જ્યારે ગયા વર્ષે IPLમાં તેના વાળ લાંબા હતાં.












Click it and Unblock the Notifications
