For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC ODI Ranking: બુમરાહ-કોહલી ટૉપ પર, મુજબી ઉર રહેમાને રબાડાને પાછળ છોડ્યો

ICC ODI Ranking: બુમરાહ-કોહલી ટૉપ પર, મુજબી ઉર રહેમાને રબાડાને પાછળ છોડ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઓગસ્ટ બાદથી વનડે મેચ ન રમવા છતાં ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને પેસર જસપ્રીત બુમરાહ ક્રમશઃ આઈસીસી વનડે રેન્કિંગમાં બેટ્સમેન અને બોલર્સની યાદીમાં શીર્ષ સ્થાને બનેલ છે. વનડે મેચની વાત કરીએ તો મેન ઈન બ્લૂ છેલ્લે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સીરિઝની ત્રીજી ગેમમાં રમવા ઉતરી હતી. ત્યારે કોહલીએ એક શાનદાર સદી ફટકારી 2-0થી ભારતને સીરિઝ જીતવામાં મદદ કરી અને મેન ઑફ ધી મેચ તથા સીરિઝ પુરસ્કારો પર પણ કબ્જો કર્યો હતો.

કોહલી બાદ રોહિતનો નંબર

કોહલી બાદ રોહિતનો નંબર

તાજા રેન્કિંગમાં કોહલી 895 રેટિંગ અંક સાથે આગળ છે. ઉપ-કેપ્ટન રોહિત શર્મા 863 રેટિંગ અંકો સાથે કોહલી બાદ બીજા સ્થાને છે. ટૉપ 10માં અન્ય કોઈ ભારતીય નથી કેમ કે સલામી બેટ્સમેન શિખર ધવન 19મા સ્થાને આવી ગયા છે. જ્યારે બોલર્સમાં બુમરાહ બોલર્સના નવીનતમ રેન્કિંગમાં 797 રેટિંગ અંકો સાથે ટૉપ પર છે. સૂચીમાં બીજા નંબર પર કીવી પેસર ટ્રેન્ટ બોલ્ટ છે જેમના નામે 740 રેટિંગ અંક છે. અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહમાને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પોતાનું સારું પ્રદર્શન કર્યા બાદ દક્ષિણ આફ્રિકાના તેજ બોલર કાગિસો રબાડાને ત્રીજા નંબરે હટાવી દીધો.

મુજીબે રબાડાને પાછળ છોડ્યો

મુજીબે રબાડાને પાછળ છોડ્યો

જ્યારે ઑલ રાઉન્ડરની યાદીમાં ભારતીય ટીમ માટે એકલા હાર્દિક પંડ્યા છે જેઓ 246 રેટિંગ અંકો સાથે 10મા સ્થાને છે. ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા હીરો બનેલ બેન સ્ટોક્સ 319 રેટિંગ અંકો સાથે ચાર્ટમાં સૌથી આગળ છે. ડિસેમ્બરમાં ત્રણ મેચની સીરિઝમાં ભારત 50 ઓવરની મેચમાં વેસ્ટ ઈન્ડિઝની મેજબાની કરશે અને કેપ્ટન કોહલી પાસે શીર્ષ પર પોતાની સ્થિતિ મજબૂત કરવાનો મોકો હશે, જો કે બુમરાહ અને પાંડ્યા વિશે આવું નથી કહેવાઈ રહ્યું જે હાલ પોતાની ઈજાથી પીડિઈ રહ્યા છે અને ટીમથી બહાર ચાલી રહ્યા છે.

હવે ટેસ્ટનો વારો

હવે ટેસ્ટનો વારો

હાલ ભારતીય ટીમ આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા બહુ ઓછી વનડે મેચમાં રમી રહી છે. આગલો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે જે એક ટી20 વર્લ્ડ કપ હશે. જેને ધ્યાનમાં રાખી હાલ દુનિયાની તમામ ટીમ ટી20 પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતીય ટીમે હાલમાં જ બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ મેચની ટી20 સીરિઝ રમી જેમાં 2-1થી ભારતને જીત મળી. હવે ભારત 14 નવેમ્બરથી ઈન્દોરમાં બે મેચની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો રમશે. જે બાદ 22 નવેમ્બરે સીરિઝનો બીજો મુકાબલો થશે જે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ડે-નાઈટ ટેસ્ટ તરીકે રમાશે.

કેએલ રાહુલ કરી રહ્યા છે અથિયા શેટ્ટીને ડેટ? આ ફોટાએ મચાવ્યો હોબાળોકેએલ રાહુલ કરી રહ્યા છે અથિયા શેટ્ટીને ડેટ? આ ફોટાએ મચાવ્યો હોબાળો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC ODI Ranking: virat kohli and jasprit bumrah maintain top position
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X