For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC Women's World Cup: ભારતીય ટીમે પાકિસ્તાનને ચટાડી ધૂળ, મેળવી ધમાકેદાર જીત

આઈસીસી મહિલા વનડે વિશ્વકપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે ધમાકેદાર જીત મેળવી છે.

|
Google Oneindia Gujarati News

ઓવલઃ આઈસીસી મહિલા વનડે વિશ્વકપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે ધમાકેદાર જીત મેળવી છે. ભારતે પાકિસ્તાનને બોલરોના દમ પર 100 રનોથી હરાવી દીધુ છે. આ સાથે જ મિતાલી રાજની કેપ્ટનશીપમાં ટીમે જીત સાથે ટૂર્નામેન્ટની શરુઆત કરી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને 245 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ પરંતુ જવાબમાં પાકિસ્તાનના ટીમ 43 ઓવરમાં 137 પર આઉટ થઈ ગઈ.

india

સતત જીતનો રેકૉર્ડ જાળવ્યો

મહિલા વિશ્વ કપના ઈતિહાસમાં ભારતે પાકિસ્તાન સામે દરેક મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે પણ આ રેકૉર્ડ જાળવી રાખ્યો છે. રાજેશ્વરી ગાયકવાડ ભારતની સૌથી સફળ બોલર રહી. રાજેશ્વરીએ 4 વિકેટ લીધી. અનુભવી ઝૂલન ગોસ્વામીએ 2 વિકેટ લધી. સ્નેહ રાણાએ બોલિંગ સાથે-સાથે બેટિંગમાં પણ 2 વિકેટ લીધી.

સ્નેહ-પૂજાની શતકીય ભાગીદારી

આ પહેલા ભારતીય મહિલા ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ ઓપનિંગ કરવા આવેલી શેફાલી વર્મા ખાતુ ખોલ્યા વિના આઉટ થઈ ગઈ. પરંતુ ત્યારે સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માએ ભારતની બાજી સંભાળવા માટે 92 રનની મજબૂત ભાગીદારી કરી. જો કે દીપ્તિ 22મી ઓવરમાં 40 રન પર અને સ્મૃતિ 25મી ઓવરમાં 52 રન બનાવીને પેવેલિયનમાં જતી રહી. ત્યારબાદ ભારતનુ મધ્યક્રમ ડગમગી ગયો. ભારતે 116 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી.

જો કે, સ્નેહા રાણા અને પૂજા વસ્ત્રાકરે આક્રમક રમત બતાવી અને 7મી વિકેટ માટે સતકની ભાગીદારી કરી જેનાથી ટીમને 200 રનનો આંકડો પાર કરવામાં મદદ મળી. બંનેએ પોત-પોતાના અર્ધશતક બનાવ્યા. પૂજાએ 59 બોલમાં 57 રન બનાવ્યા જ્યારે સ્નેહા રાણા 48 બોલમાં 53 રન બનાવીને અણનમ રહી. બંનેએ 7 વિકેટ માટે 122 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 244 સુધી પહોંચાડ્યો. ઝૂલન ગોસ્વામી 3 બોલમાં 6 રન બનાવીને અણનમ રહી. પાકિસ્તાન તરફથી નિદા દાર તેમજ નશરા સંધૂએ 2-2 વિકેટ લીધી. ડિયાના, અનમ અમીમ તેમજ ફાતિમા સનાને 1-1 વિકેટ મળી.

મિતાલીએ લીધો વિરાટનો બદલો

યાદ રહે કે ગયા વર્ષે ટી20 વિશ્વકપમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યુ હતુ. મિતાલી રાજની ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની ટીમની હારનો બદલો લઈ લીધ છે. પાકિસ્તાન સામે ભારતીય મહિલા ટીમની આ સતત 11મી જીત છે. ભારતની આગલી મેચ 10 માર્ચે યજમાન ન્યૂઝીલેન્ડ સામે થશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC Womens World Cup: Indian team defeated Pakistan by 107 runs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X