For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS 3rd Test: ભારતને જબરો ઝાટકો, આ મહત્વનો ખેલાડી બહાર થયો

IND vs AUS 3rd Test: ભારતને જબરો ઝાટકો, આ મહત્વનો ખેલાડી બહાર થયો

|
Google Oneindia Gujarati News

India vs Australia 3rd Test: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલ ભારતીય ટીમ ખેલાડીઓની ઈજાને લઈ મૂંઝવણમાં છે. પહેલાં ઈશાંત શર્મા અને ભુવનેશ્વર કુમાર ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ ચૂકી ગયા હતા. ઈજાના કારણે રોહિત શર્મા શરૂઆતની બે ટેસ્ટ મેચ ના રમી શક્યા, પરંતુ ત્રીજી મેચ માટે તેમને ટીમમાં રાખવામાં આવ્યા છે. અગાઉ પેસર મોહમ્મદ શમી પહેલી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને બાકી ટેસ્ટ સીરીઝથી હટી ગયા હતા. હવે બોલર ઉમેશ યાદવ ઈજાગ્રસ્ત થઈ જતાં બાકી શ્રૃંખલાથી હટી ગયા છે. હૈમસ્ટ્રિંગની ઈજાના કારણે ઉમેશે બીજી મેચમાં મેદાન છોડી દીધું હતું. પરીક્ષણ બાદ આ સ્પષ્ટ થઈ ગયું કે ઈજા ગંભીર હતી. માટે ઉમેશ બાકી મેચ નહિ રમશે અને ઘરે પરત ફરશે.

ind vs aus 2020-21

સૂત્રો મુજબ આ સ્પષ્ટ હતું કે ઉમેશ ટેસ્ટ રિપોર્ટ પ્રાપ્ત કર્યા બાદ ત્રીજા અને ચોથા મેચથી ચૂકી જશે. તેમને ઓસ્ટ્રેલિયામાં રાખવાનો કોઈ મતલબ નહોતો. માટે સમજમાં આવે છે કે ટીમ મેનેજમેન્ટે તેને ભારત મોકલવાનો ફેસલો લીધો. ઉમેશને હવે પુનર્વાસ કાર્યક્રમ માટે બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં દાખલ કરવામાં આવશે. '

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

સૂત્રો મુજબ ઉમેશ યાદવની જગ્યાએ તમિલનાડુના પેસર ટી નટરાજનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવી શકે છે. નટરાજન સીમિત ઓવર્સની શ્રૃંખલામાં ટીમનો ભાગ હતો. ટી20 સીરીઝમાં તેણે શાનદાર પ્રરદર્શન કર્યું હતું. તે ઓસ્ટ્રેલિયામા સીમિત ઓરની શ્રૃંખલા બાદ પ્રેક્ટિસ બોલિંગના રૂપમાં ભારતીય ટીમ સાથે રહ્યા. માટે ટીમ મેનેજમેન્ટ ઉપલબ્ધ વિકલ્પોમાં નટરાજનને શામેલ કરવાનો અનુરોધ કરશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs AUS 3rd Test: umesh yadav will not be able to play 3rd test match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X