For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: રન આઉટ થયા બાદ અજિંક્ય રહાણેએ જાડેજાને કહી આ વાત

IND vs AUS: રન આઉટ થયા બાદ અજિંક્ય રહાણેએ જાડેજાને કહી આ વાત

|
Google Oneindia Gujarati News

કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહેલ અજિંક્ય રહાણેએ ના માત્ર બેટથી બલકે મેદાન પર કેપ્ટન તરીકે ઘણા પ્રભાવી જોવા મળ્યા. મેચમાં શદી લગાવી ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યા બાદ રહાણે મેચમાં ભારતની જીતને લઈ આશ્વસ્ત છે. જેવી રીતે ટીમના બોલરે બોલિંગ કરી તેનાથી રહાણે ઘણા પ્રભાવિત છે. રહાણેએ કહ્યું કે અમે ઘણું સારું રમ્યા, અમારી બેટિંગ સારી રહી અને બોલરે યોગ્ય જગ્યાએ બોલિંગ કરી.

test cricket

રહાણેને જ્યારે કેપ્ટન કોહલીની ગેરહાજરીમાં કપ્તાનની જવાબદારીને લઈ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે કપ્તાનીમાં પોતાના અંદરનો અવાજ સાંભળવો ઘણો મહત્વપૂર્ણ હોય છે, આ ક્યારેક તમારા પક્ષમાં જાય છે તો ક્યારેક તમારી વિરુદ્ધ પરંતુ તમારે તમારી ભાવના સમજવી જોઈએ. મેચમાં બોલર્સે જબરદસ્ત બોલિંગ કરી અને જીતનો શ્રેય તેમને જ જાય છે.

જ્યારે રહાણેને પૂછવામાં આવ્યું કે શું ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેમની શદી તેમના કરિયરની સૌથી સારી શદી છે તો તેના પર રહાણેનું કહેવું છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સમાં તેમની સદી તેમના માટે શ્રેષ્ઠ સદી છે. રહાણેએ કહ્યું કે આ મેચ હજી પૂરો નથી થયો, અમારે હજી પણ ચાર વિકેટ લેવાની છે. રવિન્દ્ર જાડેજા સાથે બેટિંગ કરતી વખતે જ્યારે રહાણે રન આઉટ થઈ ગયા તો તેના પર રહાણેએ કહ્યું કે મેં જાડેજાને કહ્યું હતું કે મારા રન આઉટ થવા પર ના વિચાર, તું સારું બેટિંગ કરતો રે. આપણે નકારાત્મક વાતો ભૂલીને સકારાત્મક રહેવાની જરૂરત છે.

જણાવી દઈએ કે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાાની ટીમ 133 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધા અને ટીમ પાસે બીજા દિવસનો ખેલ ખતમ થતા સુધી બે રનની લીડ છે. જ્યારે ક્રીજ પર કેમરૂન ગ્રીન 17 રન બનાવી અને પેટ કમિંસ 15 રન બનાવી સ્થિત છે. ચોથા દિવસના ખેલની શરૂઆતમાં ભારતીય ટીમ જલદીમાં જલદી આ ચાર બેટ્સમેનને આઉટ કરી મેચ જીતવવાની કોશિશ કરશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
After being run out, here is what Ajinkya Rahane told Jadeja
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X