• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ind vs Aus : અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજાની મક્કમ લડત, ભારતે મેળવી લીડ

By BBC News ગુજરાતી
|

ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગને 195 રનમાં સમેટી દીધા પછી બેટિંગમાં ભારતની શરૂઆત સારી નહોતી થઈ. જોકે, કૅપ્ટન અજિંક્ય રહાણે અને રવીન્દ્ર જાડેજાએ ભારતની ઇનિંગને મહત્ત્વપૂર્ણ લીડ તરફ દોરી છે.

ભારત તરફથી ઓપનિંગમાં આવેલા મયંક અગ્રવાલ અને શુભમ ગિલની જોડી છ મિનિટમાં જ તૂટી ગઈ હતી. મયંક અગ્રવાલ શૂન્યમાં મિશેલ સ્ટાર્કની બૉલિંગમાં એલબીડબલ્યૂ થઈ ગયા.

શુભમ ગિલે ઇનિંગ સંભાળવાની કોશિશ કરી પરંતુ ચેતેશ્વર પુજારા 70 બૉલમાં 17 રન કરીને પૈટ કમિન્સની બૉલિંગમાં ટિમ પેનને હાથે કૅચ આઉટ થઈ ગયા.

શુભમ ગિલ લાંબી ઇનિંગ રમશે એમ લાગતું હતું પરંતુ તે પણ પુજારાની જેમ જ કમિન્સની બૉલિંગમાં પેનને હાથે કૅચ આઉટ થયા. એમણે આઠ બાઉન્ડરી સાથે 65 બૉલમાં 45 રનની સારી ઇનિંગ રમી.

હનુમા વિહારી પીચ પર લાંબુ ટક્યા પણ 66 બૉલમાં 21 રને આઉટ થઈ ગયા અને રિષભ પંત પણ 40 બૉલમાં 29 રન કરી આઉટ થઈ ગયા.

કૅપ્ટન રહાણેએ અર્ધસદી કરી છે અને તેઓ રવીન્દ્ર જાડેજા સાથે રમતમાં છે.


બુમરાહની આગેવાનીમાં ભારતીય બૉલરોનું આક્રમણ

ઑસ્ટ્રેલિયાના મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ટેસ્ટમૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો. જોકે આ નિર્ણય ભારતીય બૉલરો સામે ઑસ્ટ્રેલિયા માટે ખોટો સાબિત થયો.

ઑસ્ટ્રેલિયાના તમામ ખેલાડી 72. ઓવરમાં 195 રન પર આઉટ થઈ ગયા હતા.

ઑસ્ટ્રેલિયાની તરફથી માર્નશ લૅબેશેને સૌથી વધારે 48 રન કર્યા છે. જો બર્ન્સ અને સ્ટીવ સ્મિથ પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા.

ભારત તરફથી સૌથી વધારે વિકેટ ગુજરાતના બૉલર જસપ્રીત બુમરાહે લીધી. 16 ઓવરમાં 56 રન આપીને તેમણે ચાર વિકેટ લીધી છે.

બીજા ક્રમે આર. અશ્વિન રહ્યા, જેમણે 24 ઓવરમાં 35 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. બે વિકેટ મોહમ્મદ સિરાજના ખાતામાં ગઈ.

જો બર્ન્સ અને મૅથ્યુ વેડની ઓપનિંગ જોડી જલદી જ વિખેરાઈ ગઈ.

ચોથી ઓવરમાં જ જસપ્રીત બુમરાહના બૉલ પર જો બર્ન્સ પોતાની વિકેટ ગુમાવી બેઠા. તેમને ઋષભ પંતે કૅચ આઉટ કર્યા અને આવી રીતે દસ રન પર જ ઑસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી.

તે બાદ 13મી ઓવરમાં અશ્વિનના બૉલ પર જાડેજાએ મૅથ્યુ વેડનો કૅચ પકડ્યો.

https://twitter.com/cricketcomau/status/1342632697747816448

કૅચ પકડવામાં શુભમ ગિલ પણ દોડ્યા હતા પરંતુ તેઓ છેલ્લે જાડેજા સાથે અથડાયા. પરંતુ તેમ છતાં જાડેજાએ બૉલ પડવા ન દીધો અને સફળતાપૂર્વક કૅચ પકડ્યો. સોશિયલ મીડિયા પર જાડેજાના આ કૅચનાં ઘણાં વખાણ થઈ રહ્યાં છે.

ત્યાર બાદ સ્ટિવ સ્મિથ પિચ પર આવ્યા પરંતુ તેઓ 15મી ઓવરમાં શૂન્ય રને પુજારાને કૅચ આપી બેઠા. અશ્વિન માટે આ બીજી મોટી વિકેટ હતી.

15મા ઓવર સુધી ઑસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવીને 38 રન બનાવ્યા હતા.

42મા ઓવરમાં જસપ્રીત બુમરાહના બૉલ પર રહાણેએ ટ્રેવિસને પાછા પવિલિયન મોકલ્યા.

https://twitter.com/BCCI/status/1342675101867655168

43 ઓવર સુધી ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા હતા.

પોતાની પ્રથમ ટેસ્ટ મૅચમાં શુભમ ગિલ અને મહોમ્મદ સિરાજને પણ મળી. મહોમ્મદ સિરાજના બૉલ પર માર્નસ લાબુશેન શુભમ ગિલને કૅચ આપી બેઠા અને ઑસ્ટ્રેલિયાએ પોતાની પાંચમી વિકેટ ગુમાવી.

ઍડિલેડ ટેસ્ટમાં શરમજનક હાર બાદ ભારત માટે વાપસી કરવાની આ સારી તક હોઈ શકે છે. ચાર ટેસ્ટની આ સિરીઝમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ મૅચ જીતીને સરસાઈ મેળવી ચૂક્યું છે.

ઑસ્ટ્રેલિયા આ વખત ભારતથી બદલો લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બે વર્ષ પહેલાં ભારતે તેને બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. ત્યારે સ્ટીવ સ્મિથ અને ડૅવિડ વૉર્નરને બૉલ સાથે ચેડાં કરવાના મામલે રમતમાંથી બહાર થવું પડ્યું હતું.

https://twitter.com/BCCI/status/1342675101867655168

આ વખત પણ બંને ટીમો મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ વગર જ મેદાનમાં છે. વૉર્નર પ્રથમ ટેસ્ટમાં ઈજાના કારણે બહાર છે જ્યારે ભારતીય ટીમ પણ રોહિત શર્માના ઇંતેજારમાં છે.

આ સિરીઝમાંથી ફાસ્ટ બૉલર ઈશાંત શર્મા પણ બહાર છે. આ સિવાય વિરાટ કોહલી પણ ઍડિલેડ ટેસ્ટ બાદ રજા પર ઊતરી ગયા છે. કોહલીએ પિતા બનવા માટે રજા લેવાનો નિર્ણય કર્યો છે. ભારતે બે વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયામાં પ્રથમ સિરીઝ જીતી હતી.

ઑસ્ટ્રેલિયા અત્યારે ICC ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં નંબર વન છે અને બીજા નંબરે ભારત છે. ટેસ્ટ સિરીઝ પહેલાં બંને દેશો સીમિતિ ઓવરની મૅચો રમી ચૂક્યા છે. ઑસ્ટ્રેલિયાએ વનડે સિરીઝ 2-1થી જીતી જ્યારે ભારતે ટી-20માં ઑસ્ટ્રેલિયાને માત આપી.

ઍડિલેડ ટેસ્ટના ત્રીજા દિવસે જ ઑસ્ટ્રેલિયાએ ભારતને આઠ વિકેટથી હરાવી દીધું હતું.

જીત માટે 90 રનનો પીછો કરવા માટે ઊતરેલી મેજબાન ટીમે બે વિકેટ ગુમાવીને 93 રન બનાવીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી.

આ પહેલાં ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની બીજી ઇનિંગ માત્ર 36 રનો પર સમેટાઈ ગઈ હતી.https://youtu.be/nYGhzzl8V8U

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ind vs Aus: Ajinkya Rahane, Ravindra Jadeja fight hard, India take the lead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X