IND vs AUS Boxing Day Test: બીજુ સેશન પણ ભારતને નામ, સિરાજે લીધી પહેલી ટેસ્ટ વિકેટ
India vs Australia Boxing Day Test નવી દિલ્લીઃ મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા જેવા ધૂરંધરોની ગેરહાજરીમાં પણ ભારતીય બોલરોનુ ઓવરસીઝમાં ધમાકેદાર પ્રદર્શન ચાલુ છે. બૉક્સિંગ ડે ટેસ્ટ મેચમાં મેલબૉર્નના મેદાન પર ભારતીય બૉલિંગ અટેકે બે સેશન સુધી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને ઑસ્ટ્રેલિયાની અડધી ટીમ ટી ટાઈમ સુધી આઉટ થઈ ગઈ છે. આ પહેલા દિવસનુ પહેલુ સેશન ઑસ્ટ્રેલિયાની મોટી નિષ્ફળતા લઈને આવ્યુ હતુ અને તેણે લંચ સુધી 3 વિકેટ પર 65 રન બનાવી લીધા હતા.
લંચ બાદના સેશનમાં પણ ભારતને બે મહત્વની વિકેટ મળી છે. પહેલી વિકેટ ટ્રેવિસ હેડની રહી જેને બુમરાહે ચાલતી પકડાવીને પોતાની બીજી વિકેટ લીધી. હેડ અને લાબુશેને ત્યાં સુધી એક સારી ભાગીદારી બનાવી લીધી હતી. હેડે 92 બોલ પર 38 રન બનાવ્યા. ત્યારબાદ દિવસની હાઈલાઈટ વિકેટ લાબુશેનની કહી શકાય છે કારણકે આ ડેબ્યુ કરનાર મોહમ્મદ સિરાજની પહેલી ટેસ્ટ હતી.
આ ઉપરાંત લાબુશેને 132 બોલ પર 48 રન બનાવીને જોખમ ઉભુ કરી દીધુ હતુ પરંતુ સિરાજે તેને અર્ધશતકથી 2 રન દૂર જ ગિલના હાથે કેચ કરાવીને ભારતને 5મી સફળતા અપાવી. હાલમાં બુમરાહ અને અશ્વિનને 2-2 વિકેટ મળી ચૂકી છે અને સિરાજના ખાતામાં એક વિકેટ આવી છે.
ઉમેશ યાદવ અને જાડેજાએ હજુ ખાતુ ખોલવાનુ બાકી છે. આ પહેલા ઝડપી બોલિંગમાં નવા બોલ સાથે જસપ્રીત બુમરાહ છવાયેલા રહ્યા અને તેણે બર્ન્સને ઝીરો પર આઉટ કર્યો. આર અશ્વિનને મેથ્યુ વેડની વિકેટ પહેલા મળી પછી તેણે સ્ટીવ સ્મિથને લેગ સ્લિપમાં પૂજારાના હાથે લપકાવ્યો. સ્મિથ ત્યાં સુધી ખાતુ પણ ખોલી શક્યો નહોતો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો