IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં મોહમ્મદ શમીને લઈ ગંભીર ઈજા, કોહલીએ જણાવ્યા કેવા છે હાલ
IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં મોહમ્મદ શમીને લઈ ગંભીર ઈજા, કોહલીએ જણાવ્યા કેવા છે હાલ
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝની પહેલી મેચ આજે એડિલેડ મેદાન પર નિરાશાજનક રીતે ખતમ થઈ ગઈ. પહેલા બે દિવસ ઓસ્ટ્રેલિયાઈ ટીમ પર પકડ બનાવ્યા બાદ ભારતીય ટીમ ત્રીજા દિવસે વેરવીખેર થઈ ગઈ અને બીજી ઈનિંગમાં માત્ર 36 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાઈ ટીમે ભારત તરફથી આપવામાં આવેલા 90 રનના લક્ષ્યને માત્ર 2 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો અને 4 મેચની સીરીઝમાં 1-0થી બઢત હાંસલ કરી લીધી.

આ દરમ્યાન જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી તો તેમના તેજ પેસર મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જે બાદથી તેમના હેલ્થને લઈ કેપ્ટન કોહલીએ અપડેટ આપી છે. મોહમ્મદ શમી જ્યારે બેટિંગ કરી રહ્યા હતા તો પેટ કમિંસે શોર્ટ બૉલ ફેંકી જે શમીના ડાબા હાથ પર લાગી, જે બાદથી તેઓ બેટિંગ ના કરી શક્યા અને રિટાયર્ડ હર્ટ થઈ પેવેલિયન ભેગા થઈ ગયા.
શમીની આ ઈજાને લઈ કેપ્ટન કોહલીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા કહ્યું કે, હાલ તેમની ઈજાને લઈ કોઈ અપડેટ નથી, અને હાલ તેઓ સ્કેન માટે ગયા છે, સાંજે રિપોર્ટ આવે તે બાદ જ તેમની ફિટનેસને લઈને કહી શકાશે. ઉલ્લેખનીય છે કે શમીના હાથમાં જ્યારે બોલ લાગી ત્યારે ફિઝિયો મેદાનમાં આવ્યા અને સ્પ્રે કર્યો પરંતુ તેનાથી કંઈ ફાયદો ના થયો.












Click it and Unblock the Notifications
