For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશને હરાવવા પર કોહલીએ આપ્યુ દિલ જીતી લેતુ નિવેદન, જાણો શું કહ્યુ

ભારતે આ ગેમ 3 દિવસોમાં જ પોતાના નામે કરી લીધી. જીત મેળવવા પર કેપ્ટન વિરાટ કોહલીએ દિલ જીતી લેતુ નિવેદન આપ્યુ.

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમ ઈંદોર ટેસ્ટમાં બાંગ્લાદેશને એક દાવ અને 130 રનથી હરાવીને 2 મેચની સીરિઝમાં 1-0થી આગળ વધી ગયુ છે. ભારતે આ ગેમ 3 દિવસોમાં જ પોતાના નામે કરી લીધી. જીત મેળવવા પર કેપ્ટન વિરાટ કોહલીએ દિલ જીતી લેતુ નિવેદન આપ્યુ. ખેલાડીઓના જબરદસ્ત પ્રદર્શન પર શું કહે એ ખુદ કોહલી પણ નક્કી કરી શકતા નહોતા. કોહલીએ કહ્યુ, 'હું વાસ્તવમાં નથી જાણતો કે શું કહેવાવુ છે. બસ ચારે તરફ અમારા તરફથી સારુ પ્રદર્શન થઈ રહ્યુ છે.'

virat kohli

ઝડપી બોલરે14 વિકેટો લીધી. ઝડપી આક્રમણની પ્રશંસામાં કોહલીએ કહ્યુ, ઝડપી બોલર પોતાના ખેલમાં સૌથી ઉપર છે. આ એક અલગ પિચ જેવુ દેખાય છે જ્યારે તે બોલિંગ કરે છે. હાલમાં જસપ્રીત આનો હિસ્સો નથી એટલા માટે જ્યારે તે અમારો બોલિંગ એટેક વધુ મજબૂત થઈ જશે. આ કોઈ પણ કેપ્ટન માટે એક ડ્રીમ બોલિંગ કેમ્બીનેશન છે. અહીં સુધી કે સ્લિપ ફીલ્ડર્સ પણ તૈયાર છે કારણકે તેમને ખબર છે કે બોલ કોઈ પણ ઓવરમાં આવી શકે છે. મજબૂત બોલર હોવુ સૌથી મહત્વપૂર્ણ વાત છે.

ભારતીય ટીમ ઘણા રેકોર્ડ્ઝ બનાવી ચૂકી છે. આના પર કોહલીએ કહ્યુ કે અમારુ ધ્યાન ભારતીય ક્રિકેટને ઉંચાઈએ લઈ જવાનુ છે. પ્રેરણા અને ઈરાદો સારો છે અને અમે આંકડાઓ વિશે પરવા નથી કરતા. પ્રેરણા સાચી રહી છે, ઈરાદો સાચો રહ્યો છે અને અમે એ દિશામાં આગળ વધતા રહીશુ. તમને જણાવી દઈએ કે હવે ભારતની છેલ્લી મેચ કોલકત્તા ઈડન ગાર્ડનમાં 22 નવેમ્બરે થશે જે ડે-નાઈટ ટેસ્ટ હશે. આના પર કોહલીએ કહ્યુ, ગુલાબી બોલ લાલ બોલની તુલનામાં વધુ સારી શરૂઆત કરે છે. પિંક બોલનો ટેસ્ટ રોમાંચક થવાનો છે. છેલ્લા ત્રણ દિવસોમાં ભીડ શાનદાર રહી છે. આ ખેલાડીઓને બહાર જવા અને પ્રદર્શન કરવા માટે વધુ પ્રેરણા આપે છે.

આ પણ વાંચોઃ DDCAના અધ્યક્ષ પદેથી રજત શર્માનુ રાજીનામુ, જાણો શું છે કારણઆ પણ વાંચોઃ DDCAના અધ્યક્ષ પદેથી રજત શર્માનુ રાજીનામુ, જાણો શું છે કારણ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India vs bangladesh 1st test kohli's statement on defeating bangladesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X