For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: 3 કારણને લીધે ચેન્નઈમાં ઈંગ્લેન્ડનો દબદબો યથાવત

IND vs ENG: 3 કારણને લીધે ચેન્નઈમાં ઈંગ્લેન્ડનો દબદબો યથાવત

|
Google Oneindia Gujarati News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ 4 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ચેન્નઈના એમ ચિદંબરમ મેદાન પર રમાઈ રહી છે, જ્યાં 3 દિવસની ગેમ પૂરી થયા બાદ ઈંગ્લેન્ડની ટીમનો દબદબો હજી પણ યથાવત છે. ચેન્નઈમાં રમાઈ રહેલ આ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પહેલાં બેટિંગ કરતાં કેપ્ટન જો રૂટની બેવડી સદી અને ડૉમનિક સિબ્લે (87), બેન સ્ટોક્સ (82) રનની શાનદાર ઈનિંગના દમ પર 587 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો. જ્યારે બોલિંગ દરમ્યાન પણ ઈંગ્લિશ બોલર્સનો દબદબો યથાવત રહ્યો અને માત્ર 73 રન પર ભારતીય ટીમની 4 વિકેટ ખેડવી લીધી હતી.

ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચરે 2 વિકેટ જ્યારે ડૉમ બેસ 4 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. ત્રીજા દિવસો ખેલ સમાપ્ત થવા સુધી ભારતીય ટીમ 6 વિકેટના નુકસાન પર 257 રન જ બનાવી શકી છે અને ઈંગ્લેન્ડના મુકાબલે 321 રન પાછળ છે. વિરાટ સેનાએ ફોલો ઓન બચાવવા માટે હજી પણ 122 રનની જરૂરત છે. એવામાં એવી ત્રણ વાતો પર નજર ફેરવીએ જેનાથી ભારતીય ટીમ આ મેચમાં બેકફુટ પર ઉભી છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમનો ત્રીજા દિવસે પણ દબદબો યથાવત છે.

ફિલ્ડિંગમાં ફ્લોપ રહી ભારતીય ટીમ

ફિલ્ડિંગમાં ફ્લોપ રહી ભારતીય ટીમ

ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની લચર ફિલ્ડિંગનું સ્તર દિવસેને દિવસે ખરાબ થતું જઈ રહ્યું છે અને તેને પગલે કેટલીયવાર ભારતીય ટીમે ભારે નુકસાન ઉઠાવવું પડે છે. આ મેચમાં પણ ભારતીય ટીમે 5 કેચ, એક સ્ટંપિંગ અને કેટલાય ઓવરથ્રો કર્યા છે. ભારતીય ટીમમાં દુનિયાના શ્રેષ્ઠ ફીલ્ડર્સમાંથી એક મનાતા ખેલાડીઓ હોવા છતાં તેમની ફિલ્ડિંગમાં એ વાત નથી દેખાઈ રહી જેના માટે તે જાણીતી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે ફીલ્ડિંગમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું, કેપ્ટન જો રૂટે જેવી રીતે પોતાની ઉલટી તરફ ડાઈવ મારી અજિંક્ય રહાણેના કેચથી મેચ પલટી દીધો છે. ઈંગ્લેન્ડની ટીમે ફીલ્ડિંગ દરમ્યાન કેટલીય શ્રેષ્ઠ બાઉન્ડ્રી બચાવી.

ભારતીય બોલર્સે નો બોલનો વરસાદ કર્યો

ભારતીય બોલર્સે નો બોલનો વરસાદ કર્યો

દુનિયાની શ્રેષ્ઠ બોલિંગ અટેકથી જાણીતી ભારતીય ટીમની બોલિંગ ચેન્નઈના મેાન પર સાધારણથી પણ ખરાબ જોવા મળી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ઈનિંગ દરમ્યાન 45 રન એક્સ્ટ્રાના રૂપમાં આવ્યા જે ભારતીય ટીમ પર ભારી પડનાર છે. એટલું જ નહિ ભારતીય ટીમે બોલિંગ દરમ્યાન 20 નો બોલ ફેંક્યા. જે ભારતીય ટીમ તરફથી એક ઈનિંગમાં સૌથી વધુ નો બોલ ફેંકવાના મામલામાં બીજો શર્મનાક રેકોર્ડ છે. ભારતીય ટીમે અગાઉ 2001માં વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ 26 નો બોલ ફેંક્યા હતા. ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહે 7, ઈશાંત શર્માએ 5, શાહબાજ નદીમે 6 અને રવિચંદ્રન અશ્વિને 2 નો બોલ ફેંક્યા. અશ્વિનના કરિયરમાં આ પહેલીવાર હતું જ્યારે તેણે નો બોલ ફેંક્યો હોય. જ્યારે ઈંગ્લિશ બોલરની વાત કરીએ તો 74 ઓવરની બોલિંગ દરમ્યાન માત્ર 5 જ એક્સ્ટ્રા રન આપ્યા છે અને તે પણ બાઈને કારણે, આ દરમ્યાન ઈંગ્લેન્ડ તરફથી એકેય વાઈડ કે નો બોલ ફેંકવામાં નહોતો આપ્યો.

વિરાટ સેનાનો ટોપ ઓર્ડર ફ્લોપ

વિરાટ સેનાનો ટોપ ઓર્ડર ફ્લોપ

બંને ટીમ વચ્ચે હાજર સ્થિતિમાં સૌથી જબરો ફરક ટૉપ ઑર્ડરની બેટિંગનો પણ છે, જ્યાં ભારતીય ટીમે માત્ર 73 રન પર પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી જ્યારે ઈંગ્લેન્ડની ટીમે 387 રનના સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ માટે જ્યાં રોહિત શર્મા (6), શુભમન ગિલ (29), વિરાટ કોહલી (11) અને અજિંક્ય રહાણે (1) નાકામ રહ્યા જ્યારે ઈંગ્લેન્ડના ટૉપ ઓર્ડરે ભરપૂર યોગદાન આપ્યું. રૉરી બર્ન્સ (33) અને ડૉમ સિબ્લે (87)ની જોડીએ પેલી વિકેટ માટે 63 રનની પાર્ટનરશિપ કરી જ્યારે જો રૂટ (218) અને સિબ્લેએ ત્રીજી વિકેટ માટે 200 રનની પાર્ટનરશિપ કરી. જ્યારે બેન સ્ટોક્સ (82) અને જો રૂટે ચોથી વિકેટ માટે 124 રનની પાર્ટનરશિપ કરી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG 1st Test: 3 reason for why virat sena is in backfoot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X