IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી20ની સિરીઝ રમાઈ રહી છે. જેનો ત્રીજો મુકાબલો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવવા માટે તૈયાર છે. ઈંગ્લેન્ડે ટૉસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ભારતીય ટીમ પહેલાં બેટિંગ કરી 170ની આસપાસ સ્કોર ખડકવા માંગશે. ટીમ ઈન્ડિયામાં રોહિત શર્માની એન્ટ્રી થઈ છે જ્યારે ટીમ ઈંગ્લેન્ડમાં માર્ક વુડની વાપસી થઈ છે. વુડ ઈજાગ્રસ્ત થયા હોવાથી બીજી ટી20 મેચ નહોતા રમી શક્યા.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનઃ ઈશન કિશન, રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ.
ટીમ ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનઃ જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, સેમ કુર્રન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાનો રાફળો ફાટ્યો હોવાથી બીસીસીઆઈ સાથેની ચર્ચા બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને બંધ દરવાજે બાકી રહેલી ત્રણેય ટી20 મેચ રમવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે ટી20 મેચ જોવા માટે દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી નહિ મળે.












Click it and Unblock the Notifications
