For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG : ઓવલ ટેસ્ટ પર સંકટ, રવિ શાસ્ત્રી સહિત 4 સભ્યો કોરોના સંક્રમિત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ ઓવલ મેદાન પર રમાઈ રહી છે, ચોથા દિવસની રમત પહેલા એવા સમાચાર સામે આવ્યા છે, જે આખી સીરિઝ રદ્દ કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ ઓવલ મેદાન પર રમાઈ રહી છે, ચોથા દિવસની રમત પહેલા એવા સમાચાર સામે આવ્યા છે, જે આખી સીરિઝ રદ્દ કરી શકે છે. રવિવારના રોજ ચોથા દિવસની રમત શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સહિત ચાર સહાયક કર્મચારીઓ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે.

Ravi Shastri

શનિવારની સાંજે હાથ ધરાયેલા આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ સામે આવ્યા બાદ કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટિવ મળ્યા છે, ત્યારબાદ ચાર સહાયક સ્ટાફ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર, ફિઝિયો થેરાપિસ્ટ નીતિન પટેલ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે.

BCCIએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે, આ સાથે BCCIએ કહ્યું છે કે, શનિવાર અને રવિવારે સવારે લેવામાં આવેલા કોરોના ટેસ્ટમાં તમામ ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ કારણે ખેલાડીઓને સ્ટેડિયમ સુધી પહોંચવાની અને ચોથા દિવસની રમતનો ભાગ બનવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આવી સ્થિતિમાં 5મી ટેસ્ટ મેચના અયોજન અંગે શંકા છે.

ઉલ્લેખનીય છે કે, ચારેય સહાયક સ્ટાફનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તે તમામ હાલમાં હોટલમાં તેમના રૂમમાં ક્વોરેન્ટાઇન છે. BCCIએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'રવિ શાસ્ત્રી સહિત તમામ ચાર સહાયક સ્ટાફ માટે RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેમને તેમના હોટલના રૂમમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યાં સુધી મેડિકલ ટીમ પરવાનગી નહીં આપે, ત્યાં સુધી તેમને ભારતીય ટીમ સાથે પ્રવાસ કરી શકશે નહીં.

આ સમાચાર એવા ખેલાડીઓ માટે પરેશાન કરનારા છે, જેમને બાયોબબલ વચ્ચેની આ મહત્વની ટેસ્ટ મેચનો ભાગ બની રહ્યા છે, જેઓ તેમના પરિવારો સાથે મુસાફરી કરી રહ્યા છે. ભારતીય ટીમ માટે અત્યાર સુધી શ્રેણી સારી ચાલી છે, પરંતુ ખેલાડીઓ પર આ ઘટનાની માનસિક અસર જોવા જેવી રહેશે.

ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 3 વિકેટના નુકસાન પર 171 રનની લીડ મેળવી હતી અને ચોથા દિવસે બેટિંગ કરતી વખતે આ લીડને સ્કોરની નજીક લઈ જવા માટે ઓછામાં ઓછા બે સેશનમાં 300 બનાવવા પડશે. આવી સ્થિતિમાં કોરોના સંક્રમણના સમાચારની માનસિક અસર જોવા લાયક રહેશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The fourth match of the five-match Test series between India and England is being played at the Oval, with news coming before the fourth day's play, threatening the entire series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X