For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: 'વિરાટ સેના' માટે ચોથી ટેસ્ટ જીતવી સરળ નહીં હોય, આંકડા છે ચોંકાવનાર

IND vs ENG: 'વિરાટ સેના' માટે ચોથી ટેસ્ટ જીતવી સરળ નહીં હોય, આંકડા છે ચોંકાવનાર

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમ ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટકરાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પહેલી ટેસ્ટ ડ્રો થયા બાદ લોર્ડ્સમાં રમાયેલ ટેસ્ટમાં 151 રને જીત સાથે ભારતે બઢત હાંસલ કરી હતી, પરંતુ ત્રીજી ટેસ્ટમાં જેવી રીતે હેગિંગ્લેમાં ઈંગ્લેન્ડે વાપસી કરી તે વખાણવાલાયક હતી. એક ઈનિંગ અને 78 રને ભારતે હારનો સામનો કરવો પડ્યો. આની સાથે જ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ હવે 1-1ની બરાબરી પર છે. સિરીઝમાં વાપસી કરવા માટે ભારત માટે ચોથી ટેસ્ટ જીતવી બહુ જરૂરી છે જે લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે. જો કે વિરાટ સેના માટે આ મેચ જીતવી આસાન નહીં રહે. ઓવલમાં જે ભારતનો રેકોર્ડ છે તે બહુ ખરાબ છે. આવો પાછલા આંકડાઓ પર એક નજર નાખીએ...

13 મેચમાંથી માત્ર 1 મેચ જ જીતી શક્યા

13 મેચમાંથી માત્ર 1 મેચ જ જીતી શક્યા

જો ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલ અત્યાર સુધીની તમામ ટેસ્ટ મેચની રેકોર્ડ પર નજર નાખીએ તો સ્પષ્ટ છે કે મેજબાનનું પલડું ભારે છે. જો કે એવું નથી કે ટીમ ઓવલમાં જીતી નહીં શકે, કેમ કે વિરાટ સેના ઈતિહાસ રચવા માટે ઓળખાય છે. ઓવલમાં ભારતને પાછલા 50 વર્ષમાં જીતનો સ્વાદ ચાખવાનો મોકો નથી મળ્યો. જો કોહલી જીત અપાવવામાં સફળ રહે છે તો અહીં લાંબા સમયથી મળી રહેલી હારનો સિલસિલો ટૂટી જશે. ઓવલમાં ભારતે ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધી 13 ટેસ્ટ મેચ રમી છે, પરંતુ આ દરમિયાન ભારતને માત્ર 1 જીત જ હંસલ થઈ છે જ્યારે ઈંગ્લેન્ડ 5 મેચ જીત્યું અને 7 મેચ ડ્રો રહી.

વાડેકરની કપ્તાનીમાં એકમાત્ર જીત મળી

વાડેકરની કપ્તાનીમાં એકમાત્ર જીત મળી

ભારતે 1971માં ત્રણ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો. ટીમના કેપ્ટન અજીત વાડેકર હતા. પહેલી બે શરૂઆતી મેચ ડ્રો રહી, પરંતુ અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે 4 વિકેટે જીત હાંસલ કરી. ઈંગ્લેન્ડે ઓપનર જોન જેમસનના અણનમ 82 રનનની મદદથી પહેલી ઈનિંગમાં 355 રન બનાવ્યા હતા. ભારત માટે આ દરમિયાન એકનાથ સોલકરે 3, જ્યારે બિશન બેદી, ભાગવત ચંદ્રશેખર અને શ્રીનિવાસ વેંકટરાઘવને 2-2 વિકેટ ચટકાવી હતી. બીજી ઈનિંગમાં ભારત 284 પર ઓલઆઉટ થઈ ગયું. દિલીપ સરદેઈ (54) અને ફારૂફ એન્જીનિયરિંગ (59)એ અર્ધશતકીય ઈનિંગ રમી. ઈંગ્લેન્ડને 71 રનની બઢત મળી, પરંતુ ભારતીય બોલલર્સે વાપસી કરતાં મેજબાનને માત્ર 101 રને ઓલઆઉટ કરી દીધા. ભાગવત ચંદ્રશેખરે બીજી ઈનિંગમાં 6 વિકેટ ચટકાવી, જ્યારે શ્રીનિવાસ 2 તો બેદીને 1 વિકેટ મળી. ભારતને 173 રનનો લક્ષ્ય મળ્યો જેને ભારતે 4 વિકેટ રહેતાં હાંસલ કરી લીધી.

ઓવલમાં ભારતના હાલ

ઓવલમાં ભારતના હાલ

આ મેદાન પર ભારતે સૌથી પહેલી ટેસ્ટ 1936માં રમી હતી, જેને ઈંગ્લેન્ડે 9 વિકેટે જીતી હતી. જે બાદ 1946 અને 1952માં થયેલ મેચ ટેસ્ટ ડ્રો રહ્યો. 1959માં ઈંગ્લેન્ડે ઈનિંગ અને 27 રનથી ભારતને હાર આપી. જે બાદ 1971માં ભારત 4 વિકેટ રહેતાં જીતી હતી, જ્યારે તેની ઓવલમાં એકમાત્ર ટેસ્ટ જીતી છે. 1979, 1982, 1990, 2002 અને 2007માં થયેલ ટેસ્ટ ડ્રો રહ્યા હતા, પરંતુ 2011, 2014 અને 2018માં ભારતને હાર મળી.

હારનો સિલસિલો તોડવો પડશે

હવે વિરાટ કોહલીને ઓવલમાં હારનો સિલસિલો તોડવો પડશે. 1971 બાદ ભારતે અહીં 8 ટેસ્ટ રમી, પરંતુ તેને ત્રણમાં હાર મળી જ્યારે 5 ડ્રો રહ્યા. ઈંગ્લેન્ડ માટે સારી વાત એ રહી કે તેમણે 2 વખત એક ઈનિંગથી હાર આપી છે. કેપ્ટન કોહલી વાપસી કરવા માટે ઓળખાય છે, એવામાં આ ઓવલમાં ટીમનો રેકોર્ડ સુધારે છે તો આ સોનેરી અક્ષરો સાથે ઈતિહાસના પાનામાં નોંધવામાં આવશે. પરંતુ કોહલીની ચોથી ટેસ્ટ માટે ટીમમાં બદલાવ પણ કરવો પડશે. માનવામાં આવી રહ્યું છે કે સ્પિનર રવિચંદ્રન અશ્વિનને એક પેસરની જગ્યાએ સામેલ કરવામાં આવી શકે છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે ઈશાંત શર્માને બહાર કરવામાં આવી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG: Winning fourth Test won't be easy for 'Virat Sena', stats are shocking
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X