For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SA Dream 11 team Prediction: સંભવિત પ્લેઈંગ ઈલેવન, પીચ રિપોર્ટ

IND vs SA Dream 11 team Prediction: સંભવિત પ્લેઈંગ ઈલેવન, પીચ રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

ગુરુવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ સિરીઝમાં રમવા ઉતરતા પહેલા ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે હારનું ઠીકરું ફોડીને આવી છે. જો કે ભારતીય ટીમના ધાકડ બેટ્સમેન શિખર ધવન અને બ્લાસ્ટિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસી થઈ ગઈ હોવાથી આ સિરીઝ પોતાના કબ્જામાં કરવી વધુ સહેલી થઈ શકે છે. અહીં જાણો આ પહેલી મેચ ક્યાં રમાશે, ક્યારે રમાશે અને પીચ રિપોર્ટ.

IND vs SA Squad

IND vs SA Squad

ભારત

વિરાટ કોહલી, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા, રિષભ પંત, પ્રૃથ્વી શો, શુભમન ગીલ, મનિષ પાંડે, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ

સાઉથ આફ્રિકા

ક્વિન્ટન ડિકોક, ફાફ ડૂ પ્લેસિસ, રસી વાન ડેર ડસ્સેન, તેમ્બા બવુમા, કાઈલ વેર્રેયને, જેન્નેમન માલન, હેનરીક ક્લાસિન, ડેવિડ મિલર, જેજે સ્મટ્સ, જિયોર્જ લિંડે, એન્ડાઈલ ફેહલુકવાયો, લુંગી નગીડી, એનરિચ નોર્ત્જે, બૌરેન હેન્ડરિક્સ, લુથો સિપમાલા અને કેશવ મહારાજ.

Playing 11 Update

Playing 11 Update

ભારત

આ સિરીઝ માટે ભારતીય ટીમમાં શિખર ધવન, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા અને ભૂવનેશ્વર કુમારની વાપસી થઈ છે. પૃથ્વી શો સાથે શિખર ધવન ઓપનિંગ કરી શકે છે, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યર મિડલ ઓર્ડર સંભાળશે. કેએલ રાહુલ વિકેટ કિપરની ભૂમિકા નિભાવશે. ભારતીય ટીમ બંને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાને રમવા ઉતારી શકે છે અને ભૂવનેશ્વર કુમાર નવા બોલથી સાઉથ આફ્રિકાના બેટ્સમેનને પરેશાન કરવા માટે જસપ્રિત બુમરાહનો સા આપશે. જો કે કુલદીપ અથવા તો ચહલમાંથી કોઈ એકને જ પહેલી મેચ રમવાનો મોકો મળી શકે છે.

સંભવિત પ્લેઈંગ 11: શિખર ધવન, પૃથ્વી શો, વિરાટ કોહલી, ઐય્યર, રાહુલ, હાર્દિક પંડ્યા, જાડેજા, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ.

સાઉથ આફ્રિકા

સાઉથ આફ્રિકા પોતાની સૌથી મજબૂત સાઈડને રમવા ઉતારી શકે ચે જેમાં ફાફ ડુ પ્લેસિસ અને રસ્સી વાન ડેર ડસ્સેન ટૉપ ઓર્ડરમાં રમી શકે ચે. જેન્નેમન માલન કેપ્ટન ક્વિન્ટન ડિકોક સાથે ઓપનિંગ કરી શકે છે, જ્યારે હેનરીક ક્લાસિન અને ડેવિડ મિલર મિડલ ઓર્ડર સંભાળશે. સાઉથ આફ્રિકા બે સ્પિનર સાથે મેદાનમાં ઉતરી શકે એનરીચ નોર્ત્જે સાથે લુંગી નગીડી બૉલિંગ અટેક સંભાળશે જ્યારે લુથો સિપમાલા ત્રીજા સીમરની ભૂમિકા નિભાવશે.

સંભવિત પ્લેઈંગ 11: ક્વિન્ટન ડિ કોક, માલન/બવુમા, ડુ પ્લેસિસ, વાન ડેર ડસ્સેન, ક્લાસિન, મિલર, ફેહલુકવાયો, મહારાજ, નોર્ત્જે, સિપમાલા/હેન્ડરિક્સ અને નગીડી.

મેચ ડિટેઈલ્સ

મેચ ડિટેઈલ્સ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી મેચ 12 માર્ચ 2020ના રોજ 1.30 વાગ્યે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાળામાં રમાશે.

પિચ રિપોર્ટ

પિચ રિપોર્ટ

ધર્મશાળા સારી બેટિંગ પિચ છે, જો કે ગુરુવારે વરસાદ થશે કે નહિ તેના પરથી મેચનું વલણ સ્પષ્ટ થશે. જો કે હવામાન મેચમાં વિઘ્ન નાખી શકે તેમ છે. જો વરસાદ ના પડે અને મેચ રમાય તો બંને ટીમ પહેલા ફિલ્ડિંગ કરવાનુંપસંદ કરશે. આ મેચમાં ડ્યૂ પણ બોલર્સની તકલીફ વધારી શકે છે.

IND vs SA: કોરોના વાયરસથી બચવા માટે BCCIએ ગાઈડલાઈન જાહેર કરી, જણાવ્યું- શું કરવું અને શું નહિIND vs SA: કોરોના વાયરસથી બચવા માટે BCCIએ ગાઈડલાઈન જાહેર કરી, જણાવ્યું- શું કરવું અને શું નહિ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs SA Dream 11 team Prediction, probable playing 11 and pitch report in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X