
IND vs SA: કેપટાઉનમાં જીતવું વિરાટ સેના માટે કેમ અઘરું છે, ડરામણા છે આંકડા
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલ 3 મેચની ટેસ્ટ સિરીઝનો અંતિમ મેચ આજે કેપટાઉનના મેદાનમાં પર રમાનાર છે, જ્યાં વિરાટ કોહલીના નેતૃત્વ વાળી ભારતીય ટીમ પહેલીવાર સાઉથ આફ્રિકાની જમીન પર ટેસ્ટ સિરીઝ જીતવાના ઈરાદેથી ઉતરશે. બંને ટીમ હાલ સિરીઝમાં 1-1થી બરાબરી પર છે. આંકડાના હિસાબે જોઈએ તો આ સિરીઝ અત્યાર સુધી ઘણી ઐતિહાસિક રહી. જ્યારે ભારતીય ટીમ સિરીઝની પહેલી મેચ રમવા ઉતરી હતી તો તેણે સેંચુરિયન મેદાન પર ક્યારેય પણ કોઈ ટેસ્ટ મેચ નહોતી જીતી, એટલું જ નહીં આ મેદાન પર સાઉથ આફ્રિકાને માત્ર બે ટીમે જ હરાવ્યું હતું, પરંતુ ભારતીય ટીમે ઈતિહાસને પલટતાં 113 રને જીત હાંસલ કરી અને સાઉથ આફ્રિકાને સેંચુરિયન મેદાનમાં હરાવતી પહેલી એશિયાઈ અને ઓવરઑલ ત્રીજી ટીમ બની.
સેંચુરિયન બાદ જ્યારે ટીમ જોહાનસબર્ગ પહોંચી તો અહીં પર આંકડા ભારતના પક્ષમાં જણાઈ રહ્યા હતા, કેમ કે ભારતીય ટીમે આ મેદાન પર 5 મેચ રમી હતી અને એકેયમાં હારનો સામનો નહોતો કરવો પડ્યો. આ સિરીઝથી પહેલાં જોહાનસબર્ગમાં ભારતના નામે 2 જીત અને 3 ડ્રો શામેલ હતા પરંતુ સાઉથ આફ્રિકાની ટીમે અહીં પણ ઈતિહાસને બદલ્યો અને ભારત સામે પહેલીવાર આ મેદાન પર જીત હાંસલ કરતાં 7 વિકેટે હરાવી દીધું. એવામાં જ્યારે ભારતીય ટીમ મંગળવારે કેપટાઉનમાં ઉતરશે તો સિરીઝ પોતાના નામે નોંધવા માટે ફરીથી ઈતિહાસ બદલવો પડશે.

કેપટાઉનમાં સાઉથ આફ્રિકાનો દબદબો રહ્યો
કેપટાઉનના મેદાનની વાત કરીએ તો ભારતે 1993માં પહેલીવાર ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી લઈ અત્યાર સુધી અહીં 5 વખત મેચ રમાઈ ચૂક્યા છે, જો કે તેને અત્યાર સુધીમાં એકેવાર પણ જીત હાંસલ કરવાનું સૌભાગ્ય નથી મળ્યું. ભારતને 1997માં 282 રને હાર મળી હતી, જ્યારે 2007માં 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 2018 દરમિયાન સિરીઝનો પહેલો મેચ અહીં રમાયો હતો અને ભારતીય ટીમ જીતથી 72 રન દૂર રહી ગઈ હતી. ભારત માટે કેપટાઉનના મેદાન પર તેના એકપણ મેચમાં જીત હાંસલ ન કરી શકવાના રેકોર્ડથી વધુ જે આંકડા પરેશાન કરનારા છે, તે છે સાઉથ આફ્રિકી ટીમનો ટેસ્ટ ક્રિકેટમાં આ મેદાન પર દબદબો. કેપટાઉન સાઉથ આફ્રિકા ટીમ માટે એ ઘરેલૂ મેદાન છે જેના પર તેમને સૌથી વધુ સફળતા મળી છે.

હાર-જીતના મામલે સાઉથ આફ્રિકાનો દબદબો
1889માં પહેલીવાર ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ કર્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમે સૌથી વધુ મેચ કેપટાઉનમાં જ રમ્યા છે, જેને પગલે તેમનો અહીં સૌથી વધુ જીત હાંસલ કરવાનો રેકોર્ડ છે. સાઉથ આફ્રિકા માટે કેપટાઉનના મેદાન પર જીત-હારનો એવરેજ 1.238 છે. સાઉથ આફ્રિકાની સૌથી વધુ જીત વાળા મેદાનની વાત કરીએ તો કેપટાઉનનું નામ સૌથી ઉપર આવે છે જેના પર આ ટીમે 58 મેચ રમ્યા અને 26 મેચમાં જીત હાંસલ કરી છે.
આ દરમિયાન સાઉથ આફ્રિકાની ટીમને 21 મેચમાં હાર અને 11 મેચમાં ડ્રોનો સામનો કરવો પડ્યો છે. કેપટાઉન બાદ આ લિસ્ટમાં સેંચુરિયનનું નામ આવે છે જ્યાં સાઉથ આફ્રિકી ટીમે 27 મેચ રમીને 21માં જીત, 3માં હાર અને 3 મેચ ડ્રો રમ્યા છે. આ યાદીમાં જોહાનસબર્ગ (43 મેચ, 19 જીત, 13 હાર અને 11 ડ્રો) ત્રીજા નંબર પર ડરબન (44 મેચ, 14 જીત, 16 હાર અને 14 ડ્રો) ચોથા નંબર પર પોર્ટ એલિજાબેથ (31 મેચ, 13 જીત, 13 હાર અને 5 ડ્રો) ચોથા નંબર પર અને પોર્ટ એલિજાબેથ (31 મેચ, 13 જીત, 13 હાર અને 5 ડ્રો) પાંચમા નંબર પર છે.

સાઉથ આફ્રિકાનું ગાબા છે કેપટાઉન
સાઉથ આફ્રિકા માટે કેપટાઉનના મેદાનના હાલાત 1991માં બદલાયા છે જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ બાદ વાપસી કરી. 1991માં વાપસી કર્યા બાદથી સાઉથ આફ્રિકાની ટીમને 23 જીત અને 6 હારનો સામનો કરવો પડ્યો છે, જેને કારણે તેમની જીતનું એવરેજ 4.6 થઈ જાય છે જે દુનિયામાં ચોથો બેસ્ટ એવરેજ છે, જ્યારે 1991 બાદ દુનિયામાં કોઈપણ ટીમ તરફથી એક જ મેદાન પર સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના મામલામાં સાઉથ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયાના લગભગ બરાબર છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ આ લિસ્ટમાં ટૉપ પર છે તો સાઉથ આફ્રિકાએ બીજા નંબર પર કબજો જમાવ્યો છે. 1991 બાદથી કોઈ એક મેદાન પર સૌથી વધુ જીત હાંસલ કરતા ઘરેલૂ મેદાનની યાદીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી ટૉપ પર છે જેણે બ્રિસ્બેન ગાબાના મેદાન પર 31 મેચ જીતી 24માં જીત હાંસલ કરી જ્યારે 6 મેચમાં ડ્રોનો સામનો કર્યો છે. આ દરમિયાન તેને માત્ર એક જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને તે પણ ભારત સામે.

64 વર્ષમાં સતત બે મેચ નથી હાર્યું સાઉથ આફ્રિકા
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર સિરીઝનો અંતિમ મેચ જાન્યુઆરી 2020 બાદથી ઘરેલૂ ટીમ માટે પહેલી ટેસ્ટ મેચ હશે. છેલ્લે જ્યારે સાઉથ આફ્રિકાની ટીમે આ મેદાન પર ઈંગ્લેન્ડનો સામનો કર્યો હતો તો તેણે 189 રનોની હારનો સામનો કરવો પડ્યો હતો જે માર્ચ 2014 બાદ આ મેચાન પર મળેલી પહેલી હાર હતી. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાની ટીમ કેપટાઉનના મેદાન પર છેલ્લે 1957-62 દરમિયાન સતત બે ટેસ્ટ મેચ હાર્યું હતું, જે બાદ ક્યારેય સાઉથ આફ્રિકા સતત બે મેચમાં નથી હાર્યું.
એવામાં ભારતીય ટીમ માટે આ મેદાન પર જીત હાંસલ કરવી આસાન નહીં હોય, ખાસ રીતે ત્યારે જ્યારે જોહાનસબર્ગની જીત બાદ સાઉથ આફ્રિકાની ટીમ આત્મ-વિશ્વાસ સાથે કેપટાઉન પહોંચશે. જો કે પાછલા કેટલાક વર્ષોમાં કોહલીની ટીમને જ્યારે જ્યારે પણ બેકફુટ પર ધકેલ્યું છે, તેણે તેટલી જ તેજીથી વાપસી કરી છે, પછી તે પાછલા વર્ષનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ રહ્યો હોય અથવા તો ઈંગ્લેન્ડ. વિરાટ સેના કોઈપણ ટીમને ચોંકાવવા અને ઈતિહાસ બદલવાનો દમ રાખે છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો