For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SL 2nd ODI: બીજી વનડે માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

IND vs SL 2nd ODI: બીજી વનડે માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

|
Google Oneindia Gujarati News

પહેલી વનડે મેચ જીતી ભારતય ટીમે 3 વનડે મેચની સિરીઝમાં 1-0થી બઢત મેળવી લીધી છે. પહેલી વનડેમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પરફોર્મન્સ કર્યું અને શ્રીલંકાના બોલર્સને ખુબ હંફાવ્યા. સિરીઝમાં 1-0થી બઢત બનાવનાર ભારતીય ટીમ બીજા વનડેમાં પણ જીત હાંસલ કરી સિરીઝ પોતાના નામે કરવા માંગશે. બીજા વનડે માટે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં બદલાવની સંભાવના બહુ ઓછી છે. ભારતીય ટીમના બોલર્સમાં માત્ર ભુવનેશ્વર કુમાર એવા બોલર હતા જેમને એકેય વિકેટ હાથ ના લાગી. ભુવીએ પહેલી વનડેમાં 9 ઓવર બોલિંગ કરી જેમાં તેણે 63 રન આપ્યા હતા. એવરેજ પરફોર્મન્સ બાદ પણ ટીમ મેનેજમેન્ટ ભુવીને બીજા વનડેમાં પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા માંગશે. ભારતીય ટીમના દીપક ચહરે 2 વિકેટ ચટકાવી હતી. દીપકને ભારતીય ટીમ મેનેજમેન્ટ વધુ મોકો આપવા માંગશે.

ind vs sl

જ્યારે બીજી તરફ મનીષ પાંડેએ પહેલી વનડેમાં 40 બોલમાં 26 રન જ બનાવ્યા હતા. પહેલી વનડેમાં મળેલી જીત બાદ મનિષ પાંડેને પણ બીજા વનડે મેચમાં રમવાનો ફરી મોકો મળી શકે છે. ભારત માટે વનડેમાં ડેબ્યૂ કરનાર ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી અને ફીફ્ટી ફટકારવામાં સફળ રહ્યા. બીજી વનડે માટે સંજૂ સેમસન ફિટ થઈ ગયા છે. પરંતુ ઈશાને શાનદાર પરફોર્મન્સ બતાવી વનડે માટે પોતાની જગ્યા નક્કી કરી લીધી છે. એટલે કે સંજૂ ફિટ થયા બાદ પણ બીજી વનડે મેચ નહી રમી શકે. સંજૂ સેમસને હજી સુધી વનડેમાં ડેબ્યૂ નથી કર્યું.

શ્રીલંકાની ટીમ વાપસી કરવા ઉતરશે

પહેલી વનડેમાં શ્રીલંકાની ટીમ ભારતીય ટીમ સામે કમજોર પડી ગઈ હતી. જો બીજો વનડે મેચ શ્રીલંકા હારી જાય છે તો તેઓ સિરીઝ પણ ગુમાવી દેશે. એવામાં શ્રીલંકાઈ ટીમ કોઈપણ કાળે બીજો વનડે મેચ જીતવા માંગશે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન- ભારત

શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર

સંભવિત પ્લેઈંગ ઈલેવન- શ્રીલંકા

અવિષ્કા ફર્નાંડો, મિનોડ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષે, ધનંજય ડી સિલ્વા, ચરિત અસલંકા, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, ઈસુરુ ઉદાના, દુષ્મંથા ચમીરા, લક્ષન સંદાકન.

આખી શ્રીલંકા ટીમ પર ધવનને દબદબો

શ્રીલંકા સામે શિખર ધવનનો રેકોર્ડ શાનદાર છે. અત્યાર સુધીમાં શિખર ધવને શ્રીલંકા સામે 17 વનડે મેચ રમી છે, જેમાં શિખર ધવને 4 સદી લગાવી ચૂક્યો છે, જ્યારે બીજી તરફ શ્રીલંકાની ટીમે છેલ્લી 17 વન ડેમાં માત્ર 5 જ સદી લગાવી હતી. એટલે કે આખી ટીમે મળીને શિખર ધવનથી માત્ર એક જ સદી વધારે લગાવી શકી. ધવન રમ્યો હોય તેવી 17 મેચમાંથી ભારતીય ટીમ 13 મેચ જીતી છે, 4માં હાર મળી છે. જ્યારે શ્રીલંકાની ટીમ છેલ્લી 17 મેચમાંથી માત્ર 7 મેચ જ જીતી શકી છે, 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે રન અને જીતના મામલામાં ધવન આખી શ્રીલંકાની ટીમ પર હાવી છે.

યુવા ખેલાડીઓ ભરપૂર જોશમાં

ભારતીય ટીમમાં પૃથ્વી શૉ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, દિપક ચહર વગેરે યુવા ખેલાડીઓ ભરપૂર જોશમાં જોવા મળી રહ્યા છે. પહેલી વનડે મેચમાં પૃથ્વી શૉએ 24 બોલમાં 43 રન ફટકાર્યા હતા, ઈશન કિશને 42 બોલમાં 59 રનની શાનદાર ડેબ્યૂ ઈનિંગ રમી હતી જેમાં 2 છગ્ગા અને 8 ચોગ્ગા સામેલ છે. જ્યારે સૂર્યકુમાર યાદવે ડાઉન ધી ગ્રાઉન્ડ 5 ચોગ્ગાની મદદથી 20 બોલમાં 31 રનનો સ્કોર બનાવ્યો હતો. જ્યારે દિપક ચહરે 7 ઓવરમાં 37 રન લૂંટાવી 2 સફળતા મેળવી હતી. ખુદ ગબ્બરે 95 બોલમાં 86 રન ફટકાર્યા હતા જેમાં 1 છગ્ગો અને 6 ચોગ્ગા સામેલ છે. બીજી વનડે મેચમાં પણ આવું જ શાનદાર ફોર્મ જોવા મળી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs SL 2nd ODI: Probable Playing and fixture
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X