IND vs SL : ફાઈનલમાં આવી હશે ભારતની પ્લેઈંગ 11, આ બદલાવ સાથે ઉતરશે ભારત
એશિયા કપ પર કબ્જો કરવા માટે ભારતીય ટીમ સજ્જ છે અને જીત માટે પોતાની પુરી તાકાત માટે ઉતરશે. ભારત માટે વર્લ્ડ કપ પહેલા એશિયા કપ જીતવાનું દબાણ છે ત્યારે આ વખતે રોહિત શર્મા સહિતના ખેલાડીઓ જાન લગાવી દેશે.
ભારતીય ટીમ એશિયા કપ ચેમ્પિયન બનવાથી માત્ર એક ડગલું દૂર છે. ટ્રોફી કબ્જે કરવા માટે કાલે શ્રીંલંકા પણ પુરી તાકાત સાથે ઉતરશે. એક તરફ પાકિસ્તાની હરાવીને શ્રીલંકાના હોંસલા બુલંદ છે તો બીજી ભારત બાંગ્લાદેશ સામે હારીને મેદાને ઉતરશે.

આ મેચમાં ભારતીય ટીમ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. આરામ અપાયેલા ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં પાછા સામેલ કરવામાં આવશે. અક્ષર પટેલના બેકઅપ તરીકે વોશિંગ્ટન સુંદરને શ્રીલંકા મોકલવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં લગભગ પાંચ ફેરફાર જોવા મળી શકે છે.
ફાઈનલમાં ટીમ કોઈપણ સંજોગોમાં શ્રીલંકાને મેચમાં હરાવવાનો પ્રયાસ કરશે. આ સ્થિતિમાં ભારત મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરશે તે નક્કી છે. રોહિત શર્મા અને રાહુલ દ્રવિડનો પ્રયાસ રહેશે કે ભારતીય ટીમ ટ્રોફીનો દુષ્કાળ પુરો કરે.
ઓપનિંગ જોડી
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ ઓપનિંગ માટે ઉતરશે તે નક્કી છે. બાંગ્લાદેશ સામે ગિલના બેટમાંથી શાનદાર સદી જોવા મળી છે તો રોહિત શર્મા એક સદી ફટકારી ચુક્યો છે. આ સ્થિતીમાં બન્ને ઓપનિંગ કરે તે નક્કી છે.
મિડલ ઓર્ડર
વિરાટ કોહલી ત્રીજા અને કેએલ રાહુલ ચોથા નંબરે આવે છે. આ બંનેએ પાકિસ્તાન સામે શાનદાર પાર્ટનરશીપ કરીને સદી ફટકારી છે. આ સિવાય ઈશાન કિશન પાંચમા નંબર પર આવશે. ઈશાન કિશનનું બેટ પણ ઘણુ બોલ્યુ છે.
ઓલરાઉન્ડર
ભારતીય ટીમ ત્રણ ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઉતરી શકે છે. હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે રમશે. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર કે વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરી શકાય છે.
બોલિંગ ઓર્ડર
જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. આ સિવાય મોહમ્મદ સિરાજને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. કુલદીપ યાદવ સ્પિનર તરીકે રમશે તે નક્કી છે. કુલદીપ યાદવે પાકિસ્તાન સામેની મેચમાં 5 અને શ્રીલંકા સામેની મેચમાં 4 વિકેટ ઝડપી છે.












Click it and Unblock the Notifications
