For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs WI: વનડે સીરિઝ પહેલા ભારતને લાગી શકે મોટો ઝાટકો

IND vs WI: વનડે સીરિઝ પહેલા ભારતને લાગી શકે મોટો ઝાટકો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વિંડીઝને ટી20 સીરિઝમાં 2-1થી માત આપ્યા બાદ હવે ભારતીય ટીમ ત્રણ વનડે મેચની સીરિઝ પર કબ્જો કરવા માંગશે. પહેલી મેચ 15મી ડિસેમ્બરે ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે પરંતુ તેની શરૂઆત થતા પહેલા ભારતને એક તગડો ઝાટકો લાગી શકે છે. રિપોર્ટ મુજબ ભારતીય ટીમના પેસર ભુવનેશ્વર કુમારે દુખાવાની ફરિયાદ કરી છે. વિંડીઝ વિરુદ્ધ છેલ્લી ટી20 મેચમાં તેઓ અસહજ મહેસૂસ કરી રહ્યા હતા.

વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયા

વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયા

ભુવનેશ્વર કુમાર માટે આ વર્ષ ચિંતાભર્યું રહ્યું. તેમણે 4 મહિના બાદ ટીમમાં વાપસી કરી હતી પરંતુ હવે ફરીથી તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે. ભુવનેશ્વર કુમાર આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન સામે રમાયેલ મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા. તેમના સાથળની માસપેશિઓ તણાઈ ગઈ હતી જે બાદ તેઓ ટીમથી બહાર જ રહ્યા. હવે ફરીથી દુખાવાએ ભુવનેશ્વરની મુસિબત વધારી દીધી છે.

ટીમ આ જોખમ લેવા નહિ માગે

ટીમ આ જોખમ લેવા નહિ માગે

જ્યારે ટીમ મેનેજમેન્ટ પણ ભુવનેશ્વર કુમાર વિરુદ્ધ પહેલી મેચમાં ઉતારી જોખમ લેવા નહિ માગે કેમ કે આગામી ટી20 વર્લ્ડ કપ માટે ભુવનેશ્વર મહત્વના બોલર રહેનાર છે. એવામાં ટીમ મેનેજમેન્ટ તેમને પૂરી રીતે ફિટ થતા જોવા માંગશે. જો કે બીસીસીઆઈ તરફથી ભુવનેશ્વરની ફરિયાદ પર કોઈ જવાબ નથી આવ્યો.

ધવન ઝાટકો આપી ચૂક્યા છે

ધવન ઝાટકો આપી ચૂક્યા છે

ટીમના ઓપનર શિખર ધવન પહેલા જ ઝાટકો આપી ચૂક્યા છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની એક મેચ દરમિયાન દિલ્હીના ઓપનર શિખર ધવનના અંગુઠામાં ઈજા પહોંચી હતી. આ કારણે તેમણે વિંડીઝ સામે ટી20 સીરિઝથી નામ પરત લઈ લીધું હતું. પછી વનડે સીરિઝમાંથી પણ નામ પરત લઈ લીધું. હવે તેમની જગ્યાએ મયંક અગ્રવાલને સામેલ કરવામાં આવ્યા છે.

બર્થ ડે સ્પેશ્યલ: યુવરાજ સિંહના આ બે રેકોર્ડ તોડવા છે મુશ્કેલ, કેંસર સામે મેળવી જીતબર્થ ડે સ્પેશ્યલ: યુવરાજ સિંહના આ બે રેકોર્ડ તોડવા છે મુશ્કેલ, કેંસર સામે મેળવી જીત

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ind vs wi: before ODI series bhuvneshwar kumar complaint of pain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X