IND vs ZIM Head to Head: ભારત-ઝિમ્બાબ્વેનો ચોથો મેચ કોણ જીતશે? એક્શન પહેલાં જાણીલો હેડ-ટૂ-હેડ રેકોર્ડ

IND vs ZIM Head to Head Records: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે 13 જુલાઈના રોજ ચોથો ટી20 મેચ રમાશે. સિરીઝના પહેલા મેચમાં ચોંકાવનારી હાર પછી મેન ઈન બ્લએ વાપસીથી સૌકોઈને ઉત્સાહિત કરી દીધા છે. શુભમન ગિલની ટીમે બીજી અને ત્રીજી મેચમાં શાનદાર જીત મેળવી અને સિકંદર રજા એન્ડ કમપની વિરુદ્ધ 2-1થી બઢત હાંસલ કરી લીધી છે.

ind vs zim

સિરીઝમાં ટીમ ઈન્ડિયાની દમદાર વાપસી

મેન ઈન બ્લૂએ પોતાના પાછલા બે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. સિરીઝના પહેલા મેચમાં 13 રને હાર પછી શુભમન ગિલની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાએ અભિષેક શ્માના શાનદાર પ્રદર્શનની મદદથી વાપસી કરી, જેને પગલે ભારતે સિરીઝમાં બઢત મેળવી લીધી છે.

જીતનો લય યથાવત રાખવા માંગશે ટીમ ઈન્ડિયા

સતત બે જીત પછી ટી20 મેચમાં મહેમાન ટીમ સિરીઝ જીતવા માટે બેતાબ હશે, જેમાં સંજૂ સેમસન, યશસ્વી જયસવાલ અને શિવમ દુબે જેવા ટી20 વિશ્વકપ વિજેતા સ્ટાર સામેલ છે. ઝિમ્બાબ્વે વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં કેટલાય ટેલેન્ટેડ યુવા ખેલાડી સિરીઝ પર કબ્જો કરવા અને ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં એક નવો અધ્યાય શરૂ કરવાની કોશિશ કરશે.

ભારત વર્સિસ ઝિમ્બાબ્વે હેડ ટૂ હેડ રેકોર્ડ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી20 ક્રિકેટમાં કૂલ 11 વખત આમનો સામનો થયો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા આઠ જીત સાથે મજબૂત સ્થિતિમાં છે, જ્યારે ઝિમ્બાબ્વેએ માત્ર ત્રણ મેચ જીતી સંતોષ માનવો પડ્યો છે, જો કે તેમની નજર આ આંકડા વધારવા પર હશે.

ભારત વર્સિસ ઝિમ્બાબ્વેની મેચ કોણ જીતશે?

કેપ્ટન સિકંદર રજાની ટીમ મેચમાં આકરી ટક્કર આપવા અને સિરીઝમાં બની રહેવા માટે શક્ય તમામ કોશિશ કરતા જોવા મળશે, પરંતુ તેમના માટે આ સીરો ખાવા જેટલું સરળ નહીં હોય. કેમ કે ભારતીય ટીમ ઘાતક બોલર અને મજબૂત બેટ્સમેનથી ભરી પડી છે. એવામાં ભારતીય ટીમ આ મેચ જીતે તેની પૂર્ણ સંભાવના છે.

ઝિમ્બાબ્વે ટીમઃ વેસ્લી મધેવેરે, તદીવાનાશે મારુમાની, બ્રાયન બેનેટ, ડાયોન માયર્સ, સિકંદર રજા (કેપ્ટન), જૉનથન કૈંપબેલ, ક્લાઇવ મદંડે (વિકેટ કીપર), વેલિંગટન મસાકાદ્ઝા, રિચર્જ નગારવા, બ્લેસિંગ મુજરબાની, તેંદઈ ચતારા, લ્યૂક જોંગવે, બ્રૈંડન માવુતા, ઈનોસેંટ કૈયા, ફરાજ અકરમ, અંતુમ નકવી.

ભારતીય ટીમઃ યશસ્વી જયસવાલ, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ, સંજૂ સેમસન (વિકેટ કીપર), રિંકૂ સિંહ, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, રિયાન પરગ, ધ્રુવ જુરેલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X