હાર્દિક પંડ્યાના પિતાનું નિધન, વડા ભાઈ કૃણાલે અધવચ્ચે જ છોડ્યો ટૂર્નામેન્ટ
ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાનું શનિવારે સવારે નિધન થયું. હ્રદય રોગનો હુમલો આવ્યો હોવાના કારણે તેમનું નિધન થયું છે. આ દુખદ સમાચાર બાદ વડોદરા તરફથી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફી રમી રહેલા કેપ્ટન કૃણાલ પાંડ્યા બાયો બબલ છોડીને ઘરે જવા માટે રવાના થઈ ગયા છે.
વડોદરા ક્રિકેટ સંઘના સીઈઓ શિશિર હત્તંગડીએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે કૃણાલે બાયો બબલ છોડી દીધું છે. આ એક વ્યક્તિગત આફત છે અને વડોદરા ક્રિકેટ સંઘ આ દુખદ સમયે હાર્દિક અને કૃણાલ પંડ્યાની સાથે છે.
ઈરફાન પઠાને શ્રદ્ધાંજલિ આપી
પૂર્વ ભારતીય ક્રિકેટર અને વડોદરાના કેપ્ટન રહી ચૂકેલા ઈરફાન પઠાણે હાર્દિક અને કૃણાલના પિતાના નિધન પર દુખ વ્યક્ત કર્યું અને તેમને પોતાની શ્રદ્ધાંજલિ આપી છે. પઠાણે પોતાની પહેલી મુલાકાતને યાદ કરતા લખ્યું, 'યાદ આવી રહ્યું છે જ્યારે હું અંકલને પહેલીવાર મોતીબાગમાં મળ્યો હતો. તેઓ પોતાના બંને દીકરાને સારું ક્રિકેટ રમતા જોવા માટે ઉત્સુક હતા. તમારી અને તમારા આખા પરિવાર સાથે મારી સંવેદનાઓ. ભગવાન તમને આ અઘરા સમયેથી પસાર થવાની શક્તિ આપે.'
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો