જો ઇન્દ્રદેવ પ્રસન્ન થયા તો મેચ રમ્યા વગર જ ઇન્ડિયા પહોંચી જશે ફાઇનલમાં

સિડની, 24 માર્ચ: વિશ્વકપની પહેલી સેમીફાઇનલમાં વરસાદના કારણે મેચને 43 ઓવરની કરવી પડી છે. જ્યારે હવામાન વૈજ્ઞાનિકોની માનીએ તો આવનારી મેચોમાં પણ વરસાદ ખલેલ પહોંચાડી શકે છે. એવામાં ગુરુવારે સિડનીમાં રમાનાર ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં વરસાદ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. પરંતુ જો આ વખતે આઇસીસીના નિયમો પર એક નજર નાખીએ તો ભારત મેચ રમ્યા વગર જ વિશ્વકપની ફાઇનલમાં પહોંચી શકે છે.

જોકે ભારતની મેચોમાં વરસાદ ખલેલ નાખે છે અને મેચ ના રમાય તો 27 માર્ચ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. પરંતુ વરસાદને કારણે 27 તારીકે પણ જો મેચ ના રમાઇ તો ભારત મેચ રમ્યા વગર જ વિશ્વકપના ફાઇનલ મુકાબલામાં પહોંચી જશે.

team india
જોકે આઇસીસીએ વરસાદને ધ્યાનમાં રાખતા સમસ્યાને પહોંચી વડવા માટે પૂલ મેચોમાં પણ તેનું પૂર્વાયોજન કરી રાખ્યું હતું. જો વરસાદના પગલે કોઇ પણ પરિસ્થિતિમાં મેચ ના થઇ શકતી તો જે પણ ટીમ પૂલ ટેબલમાં ટોપ રહેશે તે ફાઇનલમાં પહોંચી જશે.

એવામાં જો વરસાદના પગલે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેચ ના રમાઇ શકે તો ભારતને સરળતાથી ફાઇનલમાં પ્રવેશ મળી જશે. આપને જણાવી દઇએ કે પૂલ ટેબલમાં ભારત સૌથી ઉપર છે, જેનો તેને લાભ આ પરિસ્થિતિઓમાં મળી શકે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા પોતાના પૂલમાં બીજા સ્થાન પર હતું. જેનું નુકસાન તેને ભોગવવું પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X