For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'daySpecial: વડોદરાનો હાર્દિક,આજે છે ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર

ભારતીય ક્રિકેટ ટીમના ગુજરાતના ખેલાડી હાર્દિક પંડ્યાનો આજે 24મો જન્મદિવસ છે. આઈપીએલથી શરૂઆત કરનાર આ ખેલાડીના જીવનના કેટલાક રહસ્યો. આ અંગે વધુ વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા તેમની રમતના કારણે એટલા લોકપ્રિય છે કે, ભાગ્યે જ એવું કોઈ વ્યક્તિ હશે જેને તેમના વિશે ખબર ન હોય. ગુજરાતના વડોદરામાં જન્મેલા હાર્દિક પંડ્યાનો 11 ઓક્ટોબર,એટલે કે આજે 24મો જન્મદિવસ છે. ધોનીની પસંદ હાર્દિક પંડ્યા આજે કપ્તાન વિરાટની પણ પહેલી પસંદ બની ગયા છે. આઈપીએલમાં મુંબઇની ટીમમાં શાનદાર રમતનું પ્રદર્શન કરનાર હાર્દિક આજે ઓલરાઉન્ડ બનવાની તૈયારી કરી રહ્યો છે. પોતાની કારકિર્દીની શરૂઆતના સમયમાં તેમણે ઘણો સંઘર્ષ કર્યો હતો. તો ચાલો ક્રિકેટર હાર્દિક પંડ્યાના જન્મદિવસે તેમના જીવનની કેટલીક અજાણી વાતો જાણીએ.

Hello બોલતા ન આવડતું

Hello બોલતા ન આવડતું

હાર્દિક પંડ્યાના ફ્લોઅર લિસ્ટમાં જોવામાં આવે તો તેમાં છોકરીઓની સંખ્યા પ્રમાણમાં વધારે છે. જે તેમની રમત કરતા તેમની આદતો અને અંગ્રેજીથી વધારે અકર્ષિત છે. પરંતુ તમને એ વાતની જાણ નહીં હોય કે હાર્દિક પંડ્યાએ માત્ર 11મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. જે હાર્દિક આજે ફટાફટ અંગ્રેજીમાં વાતો કરે છે તે એક સમયે અંગ્રેજીમાં Hello પણ સરખી રીતે નહોતા બોલી શક્તા.

અંગ્રેજી શીખવા કરી મહેનત

અંગ્રેજી શીખવા કરી મહેનત

એક ઇન્ટરવ્યૂમાં હાર્દિકે પોતાની સારા અંગ્રેજી વિશે રહસ્ય ખોલ્યું હતું. તેમાં હાર્દિકે જણાવ્યું હતું કે, તેમણે અભ્યાસ કરવાનું છોડી દીધુ હતું, પરંતુ અંગ્રેજી વગર આ દુનિયામાં કશું નહીં થઈ શકે, તે વાત તેઓ સારી રીતે જાણતા હતા. આથી તેમણે અભ્યાસ છોડ્યા બાદ પણ અંગ્રેજી શીખવાનું નહોતું છોડ્યું.

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાનો જન્મ ગુજરાતના વડોદરામાં 11 ઓક્ટોબર 1993ના રોજ થયો હતો. હાલ તે ભારતીય ક્રિકેટ ટીમમા ઓલરાઉન્ડર ખેલાડી તરીકે રમી રહ્યા છે. તેમના રમતની સ્પેશ્યાલિટી વિશે વાત કરવામાં આવે તો તેઓ જમણા હાથથી બેટિંગ અને ડાબા હાથથી રાઇટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર છે. તેઓ આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ તરફથી રમે છે.

IPL મુંબઇ ઇન્ડિયન્સ

IPL મુંબઇ ઇન્ડિયન્સ

હાર્દિકે પોતાની કારકિર્દીની શરૂઆત આઈપીએલથી કરી હતી. તે જ્યારે લિસ્ટ A પર રમી રહ્યો હતા ત્યારે મુંબઇ ઇન્ડિયન્સના કોચ જોન રાઇટની નજર તેમના પર પડી. ત્યાર બાદ જોને તેમને આઇપીએલ મુંબઇ ઇન્ડિયન્સની ટ્રાયલ માટે બોલાવ્યા હતા. તેમની સારી રમત જોઈને જોને હાર્દિક પંડ્યાને આઇપીએલ ઓક્શનમાં 10 લાખની કિંમતથી ખરીદી લીધા હતા. બસ, ત્યારથી લઈને આજ સુધી હાર્દિક પંડ્યા નવા નવા રેકોર્ડ બનાવવાના કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય છે.

ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણ

હાર્દિક પંડ્યાએ જ્યારે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી ત્યારે તેમના ઘરની સ્થિતિ એટલી સારી નહોતી, ત્યાં સુધી કે તેઓ એક બેટ ખરીદી શકે એમ પણ નહોતા. હાર્દિક પંડ્યાને જ્યારે 'વિજય હજારે ટ્રોફી'માં ભાગ લેવો હતો ત્યારે તેમની પાસે સારો બેટ નહોતું. આથી તેમણે ક્રિકેટર ઇરફાન પઠાણ પાસે થોડી મદદ માંગી હતી. એ સમયે ઇરફાન પઠાણે પોતાનું બેટ હાર્દિકને રમવા આપ્યું હતું. આ એક સમયના સ્ટ્રગલર ખેલાડી આજે ઘણા સંઘર્ષો બાદ આજે સ્ટાર હાર્દિક પંડ્યા બનીને સફળતાની સીડી ચડી રહ્યાં છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India’s latest sensation and finisher Hardika Pandya turns 24, here is some Interesting Facts about Him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X