For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IndvsAus: હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગ, તોડ્યો રેકોર્ડ

ભારત વિ. ઑસ્ટ્રેલિયાની વન ડે મેચમાં હાર્દિક પંડ્યાએ એક જ ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પોતાનું સ્થાન પાકું કરી ચૂકેલ હાર્દિક પંડ્યાએ ચેન્નાઇમાં રવિવારે રમાયેલ ઑસ્ટ્રેલિયા સામેની પહેલી જ વન ડે મેચમાં પોતાની શાનદાર રમતનો પરચો આપ્યો હતો. આ મેચની 37મી ઓવરમાં એડમ ઝંપાની બોલિંગ પર હાર્દિકે સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ આ વર્ષે ત્રણ વાર આ કમાલ કરી બતાવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમણે ઇમાદ વસીમની બોલિંગ પર સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ શાદાબ ખાનની ઓવરમાં પણ તેમણે આ જ કામલ કર્યો હતો.

hardik pandya

ઑસ્ટ્રેલિયા સામેની વન ડેમાં હાર્દિક પંડ્યાએ એડમ ઝંપાની ઓવરમાં પહેલા એક ચોગ્ગો ફટકાર્યો અને ત્યાર પછીની ત્રણ બોલ પર સતત 3 છગ્ગા ફટકાર્યા હતા. તેમણે ભારતીય ટીમની બગડતી પરિસ્થિમાં શાનદાર બેટિંગ કરતાં અર્ધસદી ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ ધોની સાથે મળી ભારતની ઇનિંગ સાચવી લીધી હતી અને ભારતનો રન રેટ પણ નીચે નહોતો જવા દીધો.

હાર્દિકે બનાવ્યો રેકોર્ડ

હાર્દિક પંડ્યાએ પોતાના વન ડે કરિયરનો સર્વાધિક સ્કોર 83 બનાવ્યો અને સાથે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ નંબર 7 પર બેટિંગ કરવા ઉતરેલ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યા. આ પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમના રૉબિન સિંહના નામે હતો, જેમણે વર્ષ 1999માં કોલંબોમાં નં.7 પર રમતા 75 રન બનાવ્યા હતા.

આ મેચમાં હાર્દિક પંડ્યાએ 66 બોલમાં 83 રન બનાવ્યા હતા. આ પહેલા હાર્દિક પંડ્યાનો વન ડે ક્રિકેટનો બેસ્ટ સ્કોર 76 હતો. તેમણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન વિરુદ્ધ 76 રન ફટકાર્યા હતા. હવે આ મેચ દ્વારા તેમણે વન ડે ઉપરાંત ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ પોતાનો બેસ્ટ સ્કોર બનાવ્યો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India vs Australia 1st odi: Third time Hardik Pandya hit sixes off three consecutive balls in ODIs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X