સીરીઝ હજુ બાકી છે..પૂના ટેસ્ટ અંગે બોલ્યા સચિન તેંડુલકર
દિલ્હી મેરેથોનમાં ભાગ લેવા આવેલ સચિન તેંડુલકરે કહ્યું કે, આપણે એક મેચ હારી ગયા એનાથી શું, આપણે હજુ સિરિઝ હાર્યા નથી.
પૂના ટેસ્ટ હાર્યા બાદ ચારે બાજુ ભારતીય ટીમની આલોચના થઇ રહી છે. આ અંગે ભારત રત્ન સચિન તેંડુલકરે જરા અલગ નિવેદન આપ્યું છે. દિલ્હી મેરેથોનમાં ભાગ લેવા આવેલા સચિને કહ્યું કે, "આપણે એક મેચ હારી ગયા એનાથી શું, આપણે હજુ સિરિઝ નથી હાર્યા."

"અમે હારી ગયા એનો અર્થ એ નથી કે અમે બેકાર છીએ કે અમે વાપસી નહીં કરી શકીએ. અમે ટીમની તાકાત જાણીએ છીએ. મેચમાં સારી અને ખરાબ, બંન્ને રીતની પરિસ્થિતિઓ સર્જાય છે. આનાથી જાણવા મળે છે કે કઇ ટીમ ફરીથી પોતાના પગ પર ઊભી થઇ શકે છે."
Knowing the spirit of our team,I know they'll fight back;There're good&tough moments,it's all about hw you stand back on your feet-Tendulkar pic.twitter.com/MoDVJ1mr5X
— ANI (@ANI_news) February 26, 2017
ઉલ્લેખનીય છે કે, શનિવારે પૂના ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ને ભારતીય ટીમે ધૂળ ચટાડી હતી, પરંતુ ટેસ્ટ સિરિઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 333 રનથી માત આપી. સંપૂર્ણ મેચમાં બેટિંગમાં ભારતનું પ્રદર્શન નબળું જોવા મળ્યું. કપ્તાન વિરાટ કોહલી પહેલી ઇનિંગમાં 0 અને બીજી ઇનિંગમાં માત્ર 13 રન જ બનાવી શક્યા.












Click it and Unblock the Notifications
