IND vs ENG: ઈંગ્લેન્ડે ટૉસ જીતી પહેલાં ફિલ્ડિંગનો લીધો નિર્ણય
IND vs ENG: ઈંગ્લેન્ડે ટૉસ જીતી પહેલાં ફિલ્ડિંગનો લીધો નિર્ણય
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની આજથી શરૂઆત થઈ ચૂકી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટૉસ જીતી પહેલાં બોલિંગ કરવાનો ફેસલો લીધો છે. ભારતે રોહિત શર્માને આરામ આપ્યો છે. ભારત માટે શિખર ધવન અને કેએલ રાહુલ ઈનિંગની શરૂઆત કરશે.

આ વર્ષે ભારત ટી20 વર્લ્ડ કપની મેજબાની કરશે. એવામાં આ સિરીઝ મહત્વપૂર્ણ છે. તમામ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
પહેલીવાર ભારત અને ઈંગ્લેન્ડની ટક્કર 2007માં T20 વર્લ્ડકપમાં થઈ હતી. ભારતે 18 રનથી મેચ જીતી લીધો હતો. ત્યારથી ભારત અને ઈંગ્લેન્ડે એક બીજા વિરુદ્ધ કુલ 14 ટી20 મેચ રમી છે. ભારતે આમાંથી સાત મેચ જીતી છે, જ્યારે ઈંગ્લેન્ડે સાત જીતી છે. સાથે જ આ 14 મેચમાંથી 6 મેચ ભારતમાં રમાઈ છે. આ 6 મેચમાંથી ભારતે 3 જીતી છે, જ્યારે ઈંગ્લેન્ડે ત્રણ જીતી છે. માટે આ આંકડાને જોતાં સ્પષ્ટ છે કે બંને ટીમ એકબીજાને ટક્કર આપે તેવી છે.
અત્યાર સુધી ભારત અને ઈંગ્લેન્ડે ભારતમાં ત્રણ દ્વિપક્ષીય સિરીઝ રમી છે. ભારતે 1 જીતી છે અને ઈંગ્લેન્ડે 1 સિરીઝ જીતી છે જ્યારે એક સિરીઝ ડ્રો રહી.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ભારતઃ કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પાંડ્યા, વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ.
ઈંગ્લેન્ડઃ જેસન રૉય, જોસ બટલર, ડેવિડ માલન, જૉની બેયરસ્ટો, ઈયોન મોર્ગન, બેન સ્ટોક્સ, સૈમ કુરેન, જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ, માર્ક વુડ












Click it and Unblock the Notifications
