કાનપુર T20 મેચ: ભારત Vs ઇંગ્લેન્ડ, ભારતની મુશ્કેલી વધી?

Posted By:
Subscribe to Oneindia News

આજે ભારત અને ઇગ્લેન્ડની વચ્ચે પહેલી ટી20 મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 3 મેચોની ટી-20 સીરીઝની પહેલી મેચમાં ઇગ્લેન્ડે ટોચ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની તરફથી 8 ઓવરમાં બે વિકેટ ખોઇને 55 રન બનાવવામાં આવ્યા છે. ભારતને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે કેપ્ટન વિરાટ 29 રન બનાવીને આઉટ થઇ ગયા.

cricket

તો બીજી તરફ ભારતની પહેલી વિકેટ લોકેશ રાહુલ ગઇ હતી જે 8 રનમાં આઉટ થયા હતા. નોંધનીય છે કે આ મેચમાં જમ્મુ કાશ્મીરના ઓફ સ્પિન બોલર પરવેઝ રસૂલ પહેલીવાર આંતરાષ્ટ્રીય ટી 20માં રમી રહ્યા છે. તો બીજી તરફ સુરેશ રેના અને અનુભવી બોલર આશીષ નહેરા આ મેચથી વાપસી કરી રહ્યા છે. વળી ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં આ પહેલી ટી 20 મેચ છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે વિરાટની વિકેટ પડતા ભારત સારો સ્કોર કરવામાં સફળ રહે છે કે કેમ. અને ઇંગ્લેન્ડને રમતમાં પછાડી શકે છે કે કેમ?

English summary
First T20 international between India vs England on Thursday, January 26. The match will be played at Kanpur’s Green Park Stadium from 4:30 PM IST.
Please Wait while comments are loading...