For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs PAK: જીત પછી મોહમ્મદ રિઝવાન બોલ્યા, અમારા ખેલાડી 4 ઓવરમાં 45 રન બનાવવાની તાકાત રાખે છે

પાકિસ્તાનની જીતના હીરો મોહમ્મદ રિઝવાને જીત બાદ પોતાની પ્રતિક્રિયામાં મોટી વાત કહી છે.

|
Google Oneindia Gujarati News

દુબઈઃ એશિયા કપ 2022ની સુપર 4 મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યુ અને ફાઈનલ તરફ એક ડગલુ આગળ વધી ગયુ. હવે પાકિસ્તાન વધુ એક મેચ જીતીને ફાઈનલ માટે પ્રબળ દાવેદાર બનશે. તમને જણાવી દઈએ કે એશિયા કપમાં પાકિસ્તાને ભારત સામે 8 વર્ષ બાદ પોતાની પ્રથમ જીત નોંધાવી છે. તેથી પાકિસ્તાની ખેલાડીઓ સારી રીતે જાણે છે કે આ જીત પાકિસ્તાન માટે કેટલી ખાસ છે. પાકિસ્તાનની જીતના હીરો મોહમ્મદ રિઝવાને જીત બાદ પોતાની પ્રતિક્રિયામાં મોટી વાત કહી છે.

આ જીત અમારા માટે ફાઈનલની જીત છેઃ રિઝવાન

આ જીત અમારા માટે ફાઈનલની જીત છેઃ રિઝવાન

પાકિસ્તાનની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપનાર મોહમ્મદ રિઝવાને મેચ બાદ કહ્યુ હતુ કે ભારત હંમેશા તેમની સૌથી મુશ્કેલ ટીમ રહી છે અને તેમના સૌથી મુશ્કેલ પ્રતિસ્પર્ધી સામેની મેચ હંમેશા મહત્વની હોય છે કારણ કે આ મેચ વિશ્વભરના ઘણા લોકો દ્વારા જોવામાં આવે છે. મોહમ્મદ રિઝવાને કહ્યુ કે દરેક ભારત-પાકિસ્તાન મેચ ફાઈનલ જેવી લાગે છે અને તેથી આ જીત પણ અમારા માટે કોઈ ફાઈનલ જીતવા જેવી છે.

અમે 4 ઓવરમાં 45 રન બનાવવાની તાકાત રાખીએ છીએ

અમે 4 ઓવરમાં 45 રન બનાવવાની તાકાત રાખીએ છીએ

આજની મેચમાં ઓપનર તરીકે 71 રન બનાવનાર મોહમ્મદ રિઝવાને મેચ પછીના ઈન્ટરવ્યુમાં કહ્યુ કે પાકિસ્તાની ખેલાડીઓ ભારત સામેની દરેક મેચમાં પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે અને મે એ જ વસ્તુનો પ્રયાસ કર્યો. રિઝવાને વધુમાં કહ્યુ કે મારો એક જ પ્રયાસ હતો કે ઓપનર તરીકે અમે નવા બોલ સાથે લાંબા સમય સુધી બેટિંગ કરીએ. મે અંત સુધી ટકી રહેવાનો પ્રયાસ કર્યો. અમે અમારી તાકાત જાણતા હતા કે અમારી બેટિંગ સ્ટ્રોંગ છે. રિઝવાને કહ્યુ કે અમારા ખેલાડીઓ 4 ઓવરમાં 45 રન બનાવવામાં સક્ષમ હતા.

રિઝવાને જણાવી રણનીતિ

રિઝવાને જણાવી રણનીતિ

મોહમ્મદ રિઝવાને ટીમના કેપ્ટન બાબર આઝમ સાથે જીત બાદ પોતાની રણનીતિ વિશે જણાવ્યુ. તેણે કહ્યુ કે મોટા લક્ષ્યને ધ્યાનમાં રાખીને અમે આ વ્યૂહરચના ઘડી હતી કે અમે ભારતના નવા બોલરોને ટાર્ગેટ કરીશુ અને નવા બોલ સામે વધુ રન બનાવીશુ. રિઝવાને કહ્યુ કે મારા કેપ્ટન અને મે નક્કી કર્યુ હતુ કે આપણે બંનેમાંથી કોઈએ લાંબી ઈનિંગ્સ રમવી પડશે.

ફાઈનલમાં ફરીથી થઈ શકે છે મુલાકાતઃ રિઝવાન

ફાઈનલમાં ફરીથી થઈ શકે છે મુલાકાતઃ રિઝવાન

આ દરમિયાન મોહમ્મદ રિઝવાને એવી શક્યતા પણ વ્યક્ત કરી હતી કે એશિયા કપ 2022ની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મેચ જોવા મળી શકે છે. જો કે આવુ થવા માટે ભારતે સુપર 4 તબક્કામાં તેની આગામી બે મેચ સારા માર્જિનથી જીતવી પડશે. સુપર 4માં ભારતની આગામી મેચ શ્રીલંકા સામે છે અને ત્યાર બાદ ભારતનો સામનો અફઘાનિસ્તાન સામે છે. સુપર 4માં ટોચની 2 ટીમો ફાઇનલમાં પહોંચશે.

રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનથી હાર્યુ ભારત

રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનથી હાર્યુ ભારત

તમને જણાવી દઈએ કે એશિયા કપ 2022માં ભારત-પાકિસ્તાન રાઉન્ડ 2 મેચમાં પાકિસ્તાને 5 વિકેટે જીત મેળવી હતી. મેચનુ પરિણામ રોમાંચક મોડ પર ગયુ. 182 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે મેચના છેલ્લા બોલ પર જ આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. છેલ્લી ઓવરના રોમાંચથી દરેકના હૃદયના ધબકારા વધી થઈ ગયા હતા. છેલ્લી ઓવરના છેલ્લા બે બોલમાં માત્ર 2 રનની જરૂર હતી. ઈફ્તિકાર અહેમદે એક શૉટ ફટકારીને ટીમને જીત અપાવી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India vs Pakistan Match Is That Of A Final, says Mohammad Rizwan After win
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X