71 વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયામાં જીતી પહેલી ટેસ્ટ સિરીઝ
71 વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયામાં જીતી પહેલી ટેસ્ટ સિરીઝ
નવી દિલ્હીઃ વરસાદ અને ખરાબ પ્રકાશને પગલે સિડની ટેસ્ટ ડ્રો થઈ ગઈ છે. આની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયામાં 71 વર્ષ બાદ પહેલી ટેસ્ટ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં પહેલી વખત બન્યું જ્યારે ટીમે ઓસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર ટેસ્ટ સિરીઝમાં માત આપી હોય. સિડની મેચ ડ્રો થયા બાદ ભારતે ચાર મેચની જ આ સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે એડિલેડ ટેસ્ટમાં 31 રન અને બાદમાં મેલબર્નમાં 137 રનથી જીત હાંસલ કરી હતી. જ્યારે પર્થમાં થયેલ ટેસ્ટમાં તેમણે 146 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી રીતે જ વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે પોતાના ટેસ્ટ ઈતિહાસમાં એક સોનેરી અધ્યાય લખી દીધો.

ભારત આ મેચ જીતવાની સ્થિતિમાં હતું, પરંતુ ખરાબ હવાને અડચણ પેદા કરી દીધી. મેચના પાંચમા દિવસે એકપણ બોલ નહોતો રમાયો. જ્યારે અગાઉ ચોથા દિવસે પણ હવામાન ખરાબ રહ્યું જેથી માત્ર 25.3 ઓવરની જ ગેમ થઈ શખી હતી. ભારતે આખી સિરીઝની જેમ આ મેચમાં પણ કાંગારુઝને હંફાવી મૂક્યા હતા. પહેલી ઈનિંગમાં ભારતે આ મેચમાં ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતની દમદાર સદીની મદદથી 7 વિકેટ પર 622 રન બનાવ્યા હતા અને પોતાની ઈનિંગ ડિક્લેર કરી હતી. જેના જવાબમાં મેચના ચોથા દિવસે ભારતે કાંગારૂઓને પહેલી ઈનિંગમાં 300 રન પર ઓલઆઉટ કરી ફૉલોઓન કરવા માટે મજબૂર કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયા પોતાના ઘરમાં 31 વર્ષમાં પહેલીવાર ફોલોઓન રમવા માટે મજબૂર થયું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીને પાંચ વિકેટ ખેરવી હતી.
જે બાદ બીજી વખત બેટિંગ કરવા ઉતરેલ ઓસ્ટ્રેલિયાઈ ટીમને વરસાદનો ટેકો મળી ગયો નહિતર આ સીરિઝમાં પણ ભારત 3-1થી જીત હાંસલ કરી લીધી હોત. આખી સિરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ચેતેશ્વર પુજારા મેન ઑફ ધી સિરીઝ બન્યા. પુજારાએ સિરીઝની કુલ 7 ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી 521 રન બનાવ્યા. તેમણે સિરીઝમાં કુલ ત્રણ સદી ફટકારી. પુજારા ઉપરાંત આ સિરીઝમાં ઋષભ પંતે પણ સારું પ્રદર્શન કર્યું.
આ પણ વાંચો- કોંગ્રેસને લઈ અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન, બદલી શકે છે 2019નું ગણિત












Click it and Unblock the Notifications
