For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે ત્રિકોણીય સીરીજમાં વેસ્ટઇન્ડિજને હરાવીને ફાઇનલમાં બનાવી જગ્યા, ફાઇનલ દક્ષિણ આફ્રિકા સામે

ભારતીય ટીમ ટોસ જીતને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો .ત્યારથી વેસ્ટઇન્ડિજની ટીમની પડતી શરુ થઇ હતી.

|
Google Oneindia Gujarati News

INDW vs WIW T20 Tri Series: દક્ષિણ આફ્રીકામાં ચાલી રહેલા ત્રિકોણીય ટ20 સીરીજના અંતિમ લીગ મેચમાં ભારતીય મહિલા ટીમે વેસ્ટઇંડીજની મહિલા ટીમને 8 વિકેટના મોટા અંતરથી હરાવી હતી. ઇસ્ટ લંડનના બફેલો પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી આ મુકાબલા પહેલા બેટીગ કરતા વેસ્ટઇંડીજની ટીમ 6 વિકેટે 94 રન બનાવ્યા હતા. જ્યારે પારીમાં રમતા ભારતીય મહિલાઓએ 13.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 95 રન બનાવી લીધા હતા. ટીમ ઇન્ડિયા આ મેચ પહેલા જ ત્રિકોણીય સીરિજની ફાઇનલમાં પહોચી ગઇ હતી.

CRICKET

ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય સાચો સાબિત થયો હતો. વેસ્ટઇંડીજની ઓપનર રાશદા વિલિમ્સ સસ્તામાં આઉટ થઇ ગઇ હતી. ત્યા બાદ આવેલી કૈમ્પબૈલ ખાતુ ખોલ્યા વગર પરત ફરી હતી. આમ ફક્ત 18 રનો પર વિડીજે 2 વિકેટ ગુમાવી દિધા હતા. આ સિલસિલો અંહી જ ના રોકાયો અે સોસેફ પણ 3 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. ઉપરના ક્રમના હિલી મૈથ્યુજે ટીમ માટે 34 રન બનાવ્યા હતા. જૈદા જૈમ્સે નાબાદ 21 રનોની પારી રમી હતી. 20 ઓવર રમ્યા બાદ પણ વિડીજની ટીમ 6 વિકેટ પર 94 રનનો મામુલી સ્કોર બનાવી શકી. ભારત માટે દિપ્તી શર્માએ 3 અને પુજાએ વસ્તાકરે 2 વિકેટ ઝડપી હતી.

ટીમ ઇન્ડિયાએ લક્ષ્ય આસાનીથી મેળવી લીધો હતો.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ શરુઆત ખરાબ રહી હતી. સ્ટાર ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંઘાના 5 રનના સ્કોર પર પરત ફરી હતી. ત્યાર બાદ ભારતીય ટીમે હરલીન દેઓલના રૂપમાં બીજી વિકેટ ગુમાવી દિધી હતી. દેઓલ 16 બોલનો સામનો કરીને 13 રન બનાવી આઉટ થઇ હતી ત્યાર બાદ જૈમિમા રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌરે મળીને સારી બેટિંગ કરી હતી. બંનેએ સાથે મળીનો કોઇ વિકેટ ના ગુમાવી અને 8 વિકેટથી જીત અપાવી હતી. રોડ્રિગ્સે 39 બોલમાં 42 અને હરમનપ્રીત 23 બોલમાં નાબાદ 32 રન બનાવ્યા હતા.

આ ત્રિકોણીય ટી20 સીરિજમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધીનું સૌથી સારુ પ્રદર્શન હતુ. ભારતીય ટીમે એક મેચ નથી હારી. ફાઇનલમાં ભારતીય ટીમનો સામનો મેજબાન દક્ષિણ આફ્રીકા સામે થશે. દક્ષિણ આફ્રિકાની ટીમ ઇન્ડિયાએ આ સીરીજમાં એક વાર હરાવી છે. ફાઇનલ મેચમાં 2 ફેબ્રુઆરીના રોજ રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Indian women's cricket team reached the T20 series file
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X