For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાને ઝટકો, મોહમ્મદ શમીને ગંભીર ઇજા

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 26 ફેબ્રુઆરી: જે રીતે ટીમ ઇન્ડિયાએ વિશ્વકપમાં બે મેચોમાં શાનદાર જીત મેળવી છે તેનાથી ભારતીયોની આશાઓમાં ઘણો વધારો થયો છે. પરંતુ હવે આશાઓ પર પાણી ફરી શકે છે, કારણ કે ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર શમી ઇજાગ્રસ્ત થઇ ગયા છે. મીડિયામાં સમાચાર આવ્યા છે કે શમીને ગંભીર ઇજા પહોંચી છે માટે તેઓ મોડી રાત્રે તેમનો એક્સ રે કરાવવામાં આવ્યો, જેના કારણે તેમને હોસ્પિટલમાં બે કલાક માટે રહેવું પડ્યું.

mohammad shami
એબીપી ન્યૂઝ અનુસાર પર્થના એક ખાનગી હોસ્પિટલમાં શમીને એક્સરે રૂમમાં લગભગ બે કલાક સુધી રાખવામાં આવ્યા. મોહમ્મદ શમીની સાથે આ દરમિયાન ટીમ ઇન્ડિયાના આઇસીસીના એક અધિકારી પણ હાજર હતા. જોકે હજી સુધી તેની અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે શમીને નેટ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજા પહોંચી હતી એટલા માટે તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે પોતાની બંને મેચોમાં શમીએ શાનદાર બોલીંગ કરી છે. જો ખરેખર શમીની ઇજા ગંભીર હશે તો આગળની મેચોમાં નહીં રમી શકે જેનું નુકસાન ટીમ ઇન્ડિયાએ ભોગવવું પડશે. આ પહેલા ઇશાંત શર્મા પણ ઇજાના કારણે વિશ્વકપથી બહાર થઇ ગયા છે એવામાં શમીનું ઘાયલ થવું ધોની અને ટીમ ઇન્ડિયાની ચિંતામાં વધારો કરી શકે છે. અત્રે નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાને પોતાની હવે પછીની મેચ યુએઇની સામે 28 ફેબ્રુઆરીના રોજ રમવાની છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
On Wednesday, after the Indian team returned from practice, there was a buzz that their pace spearhead Mohammad Shami has picked up an injury while training.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X