For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 ઓપનિંગ સેરેમની સાથે IPL 10ની થશે ધમાકેદાર શરૂઆત

આઇપીએલના આયોજકોનું કહેવું છે કે, આ વખતે 8 અલગ-અલગ શહેરોમાં બોલિવૂડ સિતારાઓ લોકોનું મનોરંજન કરશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

5 એપ્રિલ, 2017ને બુધવારથી હૈદ્રાબાદ ખાતે આઇપીએલ 2017 ની શરૂઆત થશે. આ વખતે આઇપીએલ ના ફેન્સ માટે ખાસ 8 ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપનિંગ સેરેમનીમાં વિવિધ બોલિવૂડ સિતારાઓ લોકોનું મનોરંજન કરશે. ઓપનિંગ સેરેમની બાદ સનરાઇઝર્સ હૈદ્રાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ મેચ રમાશે.

IPL 10 અંગેની ખાસ વાતો

IPL 10 અંગેની ખાસ વાતો

આ આઇપીએલની 10મી સિઝન છે, આઇપીએલ 2017 5 એપ્રિલથી શરૂ થઇ 21 મે સુધી ચાલશે. 47 દિવસના આ કાર્યક્રમમાં 10 શહેરોમાં 60 મેચોનું આયોજન કરવામાં આવશે. દરેક ટીમે 14 મેચો રમવાની રહેશે. ટોપ 4 ટીમે પ્લે ઓફ માટે ક્વોલિફાય થશે. આઇપીએલ 10ની ઓપનિંગ સેરેમની બાદ હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદ્રાબાદ તથા રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. પ્રથમ આઇપીએલ મેચ વર્ષ 2008માં રમાઇ હતી.

ધમાકેદાર ઓપનિંગ સેરેમની

ધમાકેદાર ઓપનિંગ સેરેમની

આઇપીએલના આયોજકો અનુસાર આ વખતે 8 અલગ-અલગ શહેરોમાં બોલિવૂડના સિતારાઓ લોકોનું મનોરંજન કરશે. જી હા, આઇપીએલ 10ની ઓપનિંગ સેરેમનીમાં 8 શહેરોમાં બોલિવૂડ સિતારાઓ પર્ફોમન્સ આપશે. આની શરૂઆત આજે સાંજે 6.30 વાગે હૈદ્રાબાદમાં થશે. ઓપનિંગ સેરેમનીમાં પરિણીતી ચોપરા, શ્રદ્ધા કપૂર, ટાઇગર શ્રોફ, હૃતિક રોશન, એમી જેક્સન, રિતેશ દેશમુખ સહિતના સિતિરાઓ પરફોર્મ કરશે.

IPL 10નો પહેલો મુકાબલો

IPL 10નો પહેલો મુકાબલો

આઇપીએલ 10ની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ વચ્ચે યોજાનાર છે. જો કે, મેચ પહેલાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અનેક પડકારોનો સામનો કરી ચૂકી છે. ટીમ સામે સૌથી મોટો પડકાર છે, તેના ઇજાગ્રસ્ત ખેલાડીઓ. વિરાટ કોહલી, લોકેશ રાહુલ, સરફરાઝ ખાન જેવા ટીમના ખેલાડીઓ ઇજાગ્રસ્ત હોવાને કારણે ટીમ સામે એક પછી એક મુસીબતો આવી રહી છે. સામે હૈદ્રાબાદ સનરાઇઝર્સ આઇપીએલ 9ની વિજેતા ટીમ છે. આ ટીમના કપ્તાન ડેવિડ વોર્નર ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની મુસીબતો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની મુસીબતો

આ ટીમના ચાર ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે, જેમાંથી બે સિરિઝની બહાર નીકળી ચૂક્યાં છે. ટીમના સ્ટાર ઓપનર લોકેશ રાહુલ ખભાની ઇજાને કારણે આઇપીએલમાંથી બહાર નીકળી ચૂક્યાં છે, આજની મેચમાં તેમની જગ્યા કે.આર.જાધવ લેશે. બોલર સરફરાઝ ખાન પણ ઇજાને કારણે સીરિઝમાંથી બહાર નીકળી ચૂક્યાં છે. ટીમના કપ્તાન વિરાટ કોહલી ખભાની ઇજાને કારણે શરૂઆતની મેચોમાં રમી નહીં શકે, એબી ડિવિલયર્સ પણ પીઠની સમસ્યાથી પીડાય છે. વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં હાલ શેન વોટ્સન ટીમની કપ્તાની સંભાળશે. આથી આજની મેચમાં તો આ ટીમની તમામ જવાબદારી ક્રિસ ગેલ અને વોટસનના ખભે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL chairman Rajeev Shukla announced on Monday that the league plans to host eight different opening ceremonies, one before the first home game of each franchise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X