For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DDvKXIP: પંજાબની શાનદાર જીત, દિલ્હીને 10 વિકેટથી હરાવ્યું

આઇપીએલ 10ની 36મી મેચ રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ રહી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

આજે રવિવારના રોજ સાંજે 4 વાગે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આઇપીએલ 10 ની 36મી મેચ રમાઇ હતી. આઇપીએલ માં હાલ સતત હારનો સામનો કરી રહેલી દિલ્હીની ટીમે આ મેચમાં પણ કારમી હાર સહન કરવાનો વારો આવ્યો. બીજી બાજુ પંજાબની ટીમે પણ પોતાનું સારી રમતનું પ્રદર્શન કરતાં માત્ર 7.5 ઓવરમાં જ દિલ્હીની ટીમે આપેલ 68 રનનો લક્ષ્યાંક સર કર્યો છે.

DD Vs KXIP

મેચ આઇ.એસ.બિંદ્રા સ્ટેડિયમમાં રમાઇ હતી. બંન્ને ટીમે વચ્ચેની આ બીજી મેચ હતી, પહેલી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સની ટીમે કિંગ્સ ઇલેવન પંજાબને માત આપી હતી. આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે દિલ્હીને માત આપી છે. ડેરડેવિલ્સની ટીમ આ સિઝનમાં કુલ 7 મેચો રમી છે, જેમાંથી તે માત્ર 2 જ મેચ જીતી શકી છે.

  • કિંગ્સ ઇલેવન પંજાબે 7.5 ઓવરમાં 0 વિકેટ ગુમાવી 68 રન બનાવી લીધા છે.
  • કિંગ્સ ઇલેવન પંજાબના માર્ટિન(50) અને હાશિમ અમલા(16) નોટ આઉટ.
  • માર્ટિન ગુપ્તિલની અર્ધસદી સાથે જ પંજાબની ટીમનો વિજય
  • દિલ્હી ડેરડેવિલ્સે પંજાબની ટીમને આપ્યો 68 રનનો લક્ષ્યાંક.
  • દિલ્હી ડેરડેવિલ્સની ટીમે 17.1 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 67 રન બનાવ્યા.
  • અમિત મિશ્રા(4) નોટ આઉટ.
  • કિંગ્સ ઇલેવન પંજાબ ટીમ તરફથી સૌથી વધુ 4 વિકેટ સંદીપ શર્માએ લીધી.
  • દિલ્હીની 10મી વિકેટમાં આઉટ થયા નદીમ(0), આ વિકેટ મોહિત શર્માએ લીધી.
  • નવમી વિકેટ પડી મોહમ્મદ શમી(2)ના રૂપમાં, આ વિકેટ વરુણે લીધી.
  • દિલ્હીની આઠમી વિકેટ પડી રાબડા(11)ના રૂપમાં, આ વિકેટ સંદીપ શર્માએ લીધી.
  • દિલ્હી ડેરડેવિલ્સની 7મી વિકેટ પડી એન્ડરસન(18)ના રૂપમાં, આ વિકેટ વરુણે લીધી.
  • ક્રિસ મોરિસ(2)ના રૂપમાં દિલ્હીની છઠ્ઠી વિકેટ પડી, આ વિકેટ પણ અક્ષક પટેલે લીધી.
  • દિલ્હીની પાંચમી વિકેટ પડી રિષભ(3)ના રૂપમાં, ગ્લેન મેક્સવેલે રિષભને સ્ટંપ આઉટ કર્યા.
  • કરુણ નાયર(11)ના આઉટ થવાની સાથે દિલ્હીની ચોથી વિકેટ ગઇ, આ વિકેટ અક્ષર પટેલે લીધી.
  • દિલ્હીને ત્રીજો ફટકો શ્રેયસ ઐયર(6)ના રૂપમાં પડ્યો, આ વિકેટ પણ સંદીપ શર્માએ લીધી.
  • દિલ્હી ડેરડેવિલ્સની બીજી વિકેટ. સંજુ સેમસન(5) પણ આઉટ.
  • મેચમાં સંદીપ શર્માની બીજી વિકેટ.
  • દિલ્હીની પહેલી વિકેટ સેમ બિલિંગ્સ(0)ના રૂપમાં પડી. આ વિકેટ સંદીપ શર્માએ લીધી.
  • કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી ડેરડેવિલ્સની ટીમ કરશે બેટિંગ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 10 Mtach 36 Kings XI Punjab Vs Delhi Daredevils
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X