‘કાય પો છે’ ફિલ્મ એક્ટરને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો, લાગી લાખોની બોલી
બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કાય પો છેમાં દેખાયેલા 14 વર્ષનો ખેલાડી આઈપીએલમાં દેખાઈ શકે છે. આ એક્ટરને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો છે. ફિલ્મ કાય પો છેમાં સેન્ટ્રલ કેરેક્ટર પ્લે કરનાર ખેલાડી દિગ્વિજય દેશમુખને મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો છે.
કહેવાય છે કે આઈપીએલ યુવા ખેલાડીઓને પ્રતિભા દર્શાવવાનું પ્લેટફોર્મ છે. આ વખતે પણ એવું થશે, જેનાથી યુવા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રસ્તો ખુલશે. કોલકાતામાં ડિસેમ્બરમાં થયેલી હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે દિગ્વિજય દેશમુખને ખરીદ્યો છે. દિગ્વિજયને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો. ચોંકાવનારી વાત એ છે કે 14 વર્ષની ઉંમરે દિગ્વિજય ફિલ્મ કાય પો છેમાં ક્રિકેટરના રોલમાં દેખાયો હતો.
મહારાષ્ટ્રના 21 વર્ષના દિગ્વિજય દેશમુખ 1 ફર્સ્ટ ક્લાસ અને 7 ટી 20 મેચ રમી ચૂક્યા છે. આ તમામ મેચમાં બેટ્સમેન અને બોલર તરીકે દિગ્વિજયે 104 રન બનાવ્યા છે, સાથે જ 15 વિકેટ લીધી છે. દિગ્વિજય દેશમુખે કાય પો છે ફિલ્મમાં અલી હાશ્મીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત, અમિત સઢ, રાજકુમાર રાવ, માનવ કૉલ સહિતના સ્ટાર્સ હતા.
ફિલ્મ કાય પો છે સુશાંત, અમિત અને રાજકુમાર રાવના પાત્રોની ફિલ્મ હતી, જે એક નાનકડા બાળકને ક્રિકેટર બનાવવા ઈચ્છે છે. 2012માં આવેલી આ ફિલ્મમાં આ નાના બાળકનું પાત્ર દિગ્વિજય દેશમુખે ભજવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે દિગ્વિજયે આ વર્ષે જ મહારાષ્ટ્ર માટે પ્રોફેશનલ ક્રિકેટ રમવાની શરૂ કરી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી બાદ તે રણજી ટ્રોફી રમી ચૂક્યો છે.
IPL 2020: આ 5 ટીમોના નામે છે સૌથી વધુ હાર, જાણો કઈ ટીમ છે સૌથી આગળ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો