For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL ઑક્શનમાં સૌથી વધુ વાર અનસોલ્ડ રહ્યા છે આ ચાર ખેલાડી

આ વર્ષે આઈપીએલની 13મી સિઝન રમાશે. આ લીગમાં ભારતીય ખેલાડીઓની સાથે વિદેશી ખેલાડીઓ જોવા મળે છે. આઈપીએલ 13 માટે હરાજી ડિસેમ્બરમાં જ યોજાઈ ગઈ.

|
Google Oneindia Gujarati News

આ વર્ષે આઈપીએલની 13મી સિઝન રમાશે. આ લીગમાં ભારતીય ખેલાડીઓની સાથે વિદેશી ખેલાડીઓ જોવા મળે છે. આઈપીએલ 13 માટે હરાજી ડિસેમ્બરમાં જ યોજાઈ ગઈ. જેમાંથી દરેક ફ્રેન્ચાઈઝીએ પોતાની જરૂરિયાત અનુસાર ખેલાડીઓ પસંદ કર્યા. આઈપીએલ ઓક્શનમાં પેટ કમિન્સ, ક્રિસ મોરિસ, મેક્સવેલ જેવા ખેલાડીઓ કરોડોમાં વેચાયા, તો કેટલાક ખેલાડીઓને કોઈ ખરીદદાર ન મળ્યા. ચાલો જોઈએ એવા ચાર ખેલાડીઓનું નામ જે સૌથી વધુ વાર અનસોલ્ડ રહ્યા છે.

નાથન લાયન, 5 વાર

નાથન લાયન, 5 વાર

આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લાયન સામેલ છે. ભારત સામે લાયનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં તે ધમાકેદાર પ્રદર્શન કરતા આવ્યા છે. પહેલીવાર 2014માં તેમનું નામ આઈપીએલની હરાજીમાં હતુ. તે વખતે લાયનની બેઝ પ્રાઈઝ 1 કરોડ હતી. જો કે 2014માં કોઈ ટીમે તેમના માટે બોલી ન લગાવી અને તે અનસોલ્ડ રહ્યા. આ જ રીતે 2015-16માં પણ લાયન અનસોલ્ડ રહ્યા.

2017માં લાયનની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ કરવામાં આવી. અને 2017-18માં પણ તે અનસોલ્ડ રહ્યા. 2019ના ઓક્શનમાં તો લાયનનું નામ જ નહોતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નામ કાઢવા છતાંય કોઈ લાયનને નથી ખરીદી રહ્યું.

ડૈરેન બ્રાવો, 5 વાર

ડૈરેન બ્રાવો, 5 વાર

વેસ્ટ ઈન્ડિઝના શાનદાર ઓલરાઉન્ડર ડૈરેન બ્રાવો પણ આ લિસ્ટમાં સામેલ છે. ડેરૈન બ્રાવો ડ્વેન બ્રાવોના ભાઈ છે. 2012માં ડેક્કન ચાર્જસ અને 2017માં કેકેઆરએ આ ખેલાડીને મોકો આપ્યો હતો. પરંતુ 2013થી 2016 સુધી તે અનસોલ્ડ રહ્યા.

આ ઉપરાંત 2011માં પણ તેમના ઓક્શન માટે કોઈએ બોલી ન લગાવી. ડેરૈન ઘણી ટી20 લીગમાં ભાગ લે છે, તેમ છતાંય આઈપીએલમાં 5 વાર અનસોલ્ડ રહી ચૂક્યા છે.

ચેતેશ્વર પૂજારા, 5 વાર

ચેતેશ્વર પૂજારા, 5 વાર

આ લિસ્ટમાં એક માત્ર ભારતીય ખેલાડી તરીકે પૂજારાનું નામ છે. પૂજારા ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો ભાગ છે. 2010થી 2014 સુધી તે આઈપીએલ રમી ચૂક્યા છે. પરંતુ 2015, 16, 17માં કોઈ ટીમે તેમના નામની બોલી ન લગાવી. 2018માં તો હરાજીમાં તેમનું નામ જ નહોતું. 2019 અને 2020ના ઓક્શનમાં પણ તે અનસોલ્ડ રહ્યા છે.

માર્ટિન ગપ્ટિલ, 6 વાર

માર્ટિન ગપ્ટિલ, 6 વાર

સૌથી વધુ વખત અનસોલ્ડ રહેવાનો રેકોર્ડ ગપ્ટિલના નામે છે. ગપ્ટિલ વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. તેમ છતાંય 2011, 2013, 2014 અને 2016માં કોઈ ટીમે તેમને ખરીદવા રસ ન દાખવ્યો. 2018માં પણ હરાજીમાં બે વાર તેમનું નામ આવ્યું પરંતુ કોઈએ તેમને ન ખરીદ્યા. 2020ના ઓક્શનમાં પણ ગપ્ટિલ અનસોલ્ડ રહ્યા. એટલે કે ગપ્ટિલ કુલ 6 વાર અનસોલ્ડ રહ્યા છે. જો કે ઓક્શન માટે 2016 અને 2018માં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રિપ્લેસમેન્ટ તરીકે રમી ચૂક્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 know about 4 players who stayed unsold so far
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X