For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020 RR vs KXIP: આવી હોય શકે રાજસ્થાન અને પંજાબની પ્લેઈંગ ઈલેવન

IPL 2020 RR vs KXIP: આવી હોય શકે રાજસ્થાન અને પંજાબની પ્લેઈંગ ઈલેવન

|
Google Oneindia Gujarati News

આઈપીએલ 2020નો 9મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આજે સાંજે 7.30 વાગ્યે યૂએઈના સૌથી નાના ગ્રાઉન્ડ શારજાંહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાને આ સીઝનનો પોતાનો પહેલો મેચ પણ આ ગ્રાઉન્ડ પર રમ્યો હતો. ચેન્નઈ વિરુદ્ધ આ મેચમાં 33 છગ્ગા અને 18 ચોગ્ગા લાગ્યા હતા. એવામાં ફરી એકવાર શારજાંહમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે.

ipl 2020

રાજસ્થાન રોયલ્સની ટીમમાં જ્યાં સ્ટીવ સ્મિથ, જોસ બટલર, યશસ્વી જયસવાલ અને સંજૂ સેમસન જેવા બેટ્સમેન છે ત્યાં જ પંજાબની ટીમમાં કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ક્રિસ ગેલ અને જેમ્સ નીશમ જેવા ખેલાડી છે.

Weather Report- વાતાવરણ કેવું રહેશે

શારજાંહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર આ મુકાબલામાં વાતાવરણ બિલકુલ સાફ રહેશે. જો કે ખેલાડીઓએ અહીં પણ ભીષણ ગર્મીનો ભારે સામનો કરવો પડશે. આની સાથે જ અહીં ડ્યૂની પણ મહત્વની ભૂમિકા રહેશે અને ટૉસ જીતનાર ટીમ પહેલાં બોલિંગ કરવાનો ફેસલો લઈ શકે છે.

Pitch Report- પિચ રિપોર્ટ

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને અબુ ધાબીના શેખ જાયદ ક્રિકેટ સ્ટેડિયમની સરખામણીમાં શારજાંહ ક્રિકેટ સ્ટેડિયમ ઘણું નાનું છે. સાઈઝના મુકાબલે આ ગ્રાઉન્ડ ઘણું નાનું છે. પિચને જોતાં અહીં બેટ્સમેનોને વધુ મદદ મળી શકે છે. એવામાં અહીં વધુ એક હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.

રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

જોસ બટલર, યશસ્વી જયસવાલ, સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ, રૉબિન ઉથપ્પા, રાહુલ તેવતિયા, ટૉમ કર્રન, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર અને જયદેવ ઉનાદકટ.

કિંગ્સ ઈલેવન પંજાબની સંભાવિત પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, કરુણ નાયર, ક્રિસ ગેલ, ગ્લેન મેક્સવેલ, જેમ્સ નીશમ, સરફરાજ ખાન, રવિ બિશ્નોઈ, મુરગન અશ્વિન, શેલ્ડન કોટરેલ અને મોહમ્મદ શમી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020 KXIP vs RR: Probable Playing xi, pitch report, weather report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X