For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: ઉંમરના વિવાદને કારણે KKRને ગુમાવવા પડી શકે છે આ બે ખેલાડીઓ

ક્રિકેટમાં સૌથી મોટી સમસ્યાઓમાંની એક સમસ્યા છે, ઘણા ખેલાડીઓ પોતાની ઉંમર ઓછી બતાવે છે, જેથી તેમને વધુ તક અને ફાયદા મળી શકે. પોતાની ઉંમર ઓછી બતાવવા માટે ક્રિકેટમાં જુદી જુદી રીતનો ઉપયોગ કરવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

ક્રિકેટમાં સૌથી મોટી સમસ્યાઓમાંની એક સમસ્યા છે, ઘણા ખેલાડીઓ પોતાની ઉંમર ઓછી બતાવે છે, જેથી તેમને વધુ તક અને ફાયદા મળી શકે. પોતાની ઉંમર ઓછી બતાવવા માટે ક્રિકેટમાં જુદી જુદી રીતનો ઉપયોગ કરવામાં આવે છે. શાહિદી આફ્રિદીનો કિસ્સો તો આપણે સૌ જાણીએ જ છીએ. તેમણએ પોતે જ પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે 1996માં તેણે 37 બોલમાં સદી કરી ત્યારે તે 16 વર્ષનો નહીં પરંતુ 21 વર્ષનો હતો.

ઉંમરને લઇને વિવાદ

ઉંમરને લઇને વિવાદ

પાકિસ્તાનના નવા બોલર્સ નસીમ શાહ અને મોહમ્મદ મૂસાની ઉંમર મામલે પણ લોકો ચોંકી ઉઠ્યા હતા. ભારતમાં પણ અધિકારીઓની સતર્કતા છતાંય આ મુશ્કેલી સામે આવતી હોય છે. એનું ઉદાહરણ છે દિલ્હી ક્રિકેટના બે જાણીતા નામ, જે હાલ કોલકાતા નાઈટરાઈડર્સનો ભાગ છે, તેમની તપાસ ચાલી રહી છે. દિલ્હીના બેટ્સમેન નીતિશ રાણા અને યુપીના ફાસ્ટ બોલર શિવમ માવી 2020માં કોલકાતા નાઈટ રાઈડર્સમાં છે. તેમની ઉંમર અંગે તપાસ ચાલી રહી છે. જો આરોપ સાચા સાબિત થયા તો કેકેઆર નવી સિઝનમાં આ બંનેને ટીમમાં નહીં રાખી શકે.

બીસીસીઆઇએ કર્યા હતા પ્રતિબંધિત

બીસીસીઆઇએ કર્યા હતા પ્રતિબંધિત

2015માં 22 ખેલાડીઓને આ કારણે બીસીસીઆઈએ પ્રતિબંધિત કર્યા હતા, જેમાં નીતિશ રાણાનું નામ પણ સામેલ હતું. જો કે તેઓ 26 વર્ષના હોવાને કારણે યુવાનોના વર્ગમાં ક્રિકેટ રમવા માટે અયોગ્ય છે. એટલે તેમને વરિષ્ઠ ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરાય તેની શક્યતા ઓછી છે. બીજી તરફ શિવમ માવી ભારતની અંડર 19 ટીમના ઉભરતા સ્ટાર્સમાંથી એક છે. જેમણે 2018માં યુથ વર્લ્ડ કપ જીત્યો હતો. શિવમે કમલેશ નાગરકોટી સાથે ફાસ્ટ બોલિંગમાં સારુ પ્રદર્શન કર્યુ હતું અને સ્પીડને કારણે પણ ધ્યાન ખેંચ્યુ હ9તુ.

KKRના ગેમ પ્લેને થઇ શકે છે અસર

KKRના ગેમ પ્લેને થઇ શકે છે અસર

18 વર્ષના માવી અત્યાર સુધીમાં 9 એફસી ગેમ અને 16 લિસ્ટ એ મેચ રમ્યા છે, તેમનો કિસ્સો પણ BCCIને મોકલી અપાયો છે. આશા છે કે તેઓ આગામી આઈપીએલમાં કેકેઆર ફ્રેંચાઈઝીના સૌથી મોટા નામમાંના એક હશે. તેમના પર પ્રતિબંધ લાગે તો KKRના ગેમ પ્લાન પર અસર પડી શકે છે. દિલ્હી કેપિટલના મનજોત કાલરાએ અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલમાં સદી ફટકારી હતી. તેમના પર ડીડીસીએએ ક્રિકેટમાં ભાગ લેવા 2 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020 nitish rana and shivam mavi may be dropped from ipl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X