IPL 2020: કરોડોમાં ખરીદાયેલો આ ખેલાડી આઈપીએલમાં નહીં રહે!
2019 માં ઈંગ્લેન્ડની વિશ્વ વિજેતા ટીમનો ભાગ રહેલા ક્રિસ વોક્સે આઈપીએલ શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોતાનું નામ પાછુ ખેંચ્યુ છે. ડિસેમ્બરમાં થયેલી હરાજીમાં ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરને દિલ્હી કેપિટલ્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે તેને ઈંગ્લેન્ડની ઘરેલુ સીઝનમાં તૈયાર રહેવા માટે આઈપીએલમાંથી પોતાનું નામ પરત ખેંચ્યુ છે.

10.36 ની ઉંચી એવરેજથી રન આપ્યા
ઓગસ્ટ 2018 પછી ટી-20 ક્રિકેટ નહીં રમનાર વોક્સ ઈંગ્લેન્ડ તરફથી નવેમ્બર 2015 માં ઈન્ટરનેશનલ ટી-20માં રમ્યો હતો. 2017 કોલકત્તા માટે 17 વિકેટ લેવાર વોક્સે 2018 માં રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે માત્ર 5 મેચ રમી હતી. આ દરમિયા તેને 10.36 ની ઉંચી એવરેજથી રન આપ્યા હતા.

વોક્સનું સિલેક્શન
ઈંગ્લિશ સમય સીઝનની શરૂઆત 4 જૂનથી થઈ રહી છે. આ દરમિયાન ઈંગ્લેન્ડને છ ઘરેલુ ટેસ્ટ રમવાની છે. ઈંગ્લિસ ટેસ્ટ ટીમ માટે મહત્વના ગણાતા વોક્સે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે હમણા જ ટેસ્ટ સીરીઝ રમી હતી. શ્રીલંકા સામેની ટેસ્ટ ટીમ માટે પણ વોક્સનું સિલેક્શન થયુ છે.

એક ખેલાડીને શામેલ કરી શકાશે
ક્રિસ વોક્સના હટી જવાથી હવે દિલ્હી અલજારી જોસફ, કૉલિન ડી ગ્રૈંડહોમ ઓર મુસ્તાફિજુર રહમાનમાંથી કોઈ એક ખેલાડીને સામેલ કરી શકે છે. હાલમાં દિલ્હીની ટીમ પાસે જેસન રોય, માર્કસ સ્ટોઈનિસ, એલેક્સ કૈરી, કીમો પૉલ, સંદીપ લામીછાને, કાગિસો રબાડા ઓર શિમરોન હેટમેયર જેવા વિદેશી ખેલાડીઓ છે. આ ખેલાડીઓમાંથી કોઈપણ 4 ખેલાડીઓને જ ટીમમાં સામેલ કરી શકાશે.
આ પણ વાંચોઃ IPL 2020: કોરોના વાયરસની આઈપીએલ પર અસર નહીં પડે, આ રહ્યું કારણ..
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો