For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2022 LSG vs DC: આજે લખનઉ અને દિલ્હી સામસામે, કેએલ રાહુલે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય

આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઇપીએલ 202ની 15મી મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. લખનઉ સુપર જાયન્ટસે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. કેએલ રાહુલે દિલ્હીને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ

|
Google Oneindia Gujarati News

આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઇપીએલ 202ની 15મી મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. લખનઉ સુપર જાયન્ટસે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. કેએલ રાહુલે દિલ્હીને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતુ.

IPL 2022

તમને જણાવી દઈએ કે આ સિઝનમાં રમાયેલી 14 મેચોમાંથી 4 મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ છે. આ દરમિયાન રસપ્રદ વાત એ છે કે જે પણ ટીમ ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. આ સ્ટેડિયમમાં 4 વખત ટોસ થયો હતો અને આશ્ચર્યજનક વાત એ હતી કે ચાર વખત ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 4માંથી પ્રથમ બેટિંગ કરનારી 2 ટીમ અને બે વખત બોલિંગ કરનાર ટીમનો વિજય થયો છે.

કેવી છે પીચ

મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બોલર અને બેટ્સમેન બંનેને મદદ મળે છે. ઇનિંગ્સની શરૂઆતમાં ઝડપી બોલરોને સારો ઉછાળો મળે છે અને બોલ ઝડપથી બેટ્સમેન સુધી પહોંચે છે. તે જ સમયે, બોલ જૂનો થયા પછી, બેટ્સમેન માટે શોટ રમવાનું સરળ બને છે અને બોલ સારા ઉછાળા સાથે બેટ્સમેન સુધી પહોંચે છે. અગાઉની મેચમાં લખનઉએ અહીં 169 રનનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. આવી સ્થિતિમાં બોલરોને બીજી ઇનિંગમાં પણ મદદ મળે છે. ઝડપી બોલરો નવા બોલનો ફાયદો ઉઠાવી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2022 LSG vs DC: KL Rahul Choose To bowl After winning the toss
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X