For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL-11: હરાજીના પહેલા દિવસે યંગ પ્લેયર્સની બોલબાલા

આઇપીએલ 11 માટે 578 ખેલાડીઓની હરાજી હાલ બેંગલુરુમાં શરૂ થઇ ગઇ છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે કયો ખેલાડી આ હરાજીમાં સૌથી વધુ કમાણી કરે છે. જાણો આ અંગે વધુ અહીં. ipl, cri

By Chaitali
|
Google Oneindia Gujarati News

આજે બેંગલુરુમાં આઇપીએલ 11ના ખેલાડીઓની હરાજી શરૂ થઇ છે. આ વખતે 578 ખેલાડીઓ આ હરાજીમાં ભાગ લેશે. જેમાંથી 360 ભારતીય ખેલાડી છે. વધુમાં ભારત અને વર્લ્ડના ટોપ 16 ક્રિકેટરોને માર્કી પ્લેયર્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમની હરાજી બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયાથી શરૂ થશે. 5.2 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે શિખર ધવનને રિટેન કર્યો છે. જે માટે પંજાબે પણ મોટી બોલી લગાવી હતી. નોંધનીય છે કે આઇપીએલ ઓક્શન માટે સૌથી પહેલા હરાજી શિખર ધવનની લાગી હતી. અને તેની બોલી પણ 2 કરોડના બેઝ પ્રાઇઝથી જ શરૂ થઇ હતી. બેંગ્લોરમાં થઇ રહેલી આ આઇપીએલ ખેલાડીઓની હરાજીમાં હાજરી આપવા માટે વિવિધ ટીમોના માલિકો બેંગલુરુ પહોંચી ચૂક્યા છે. વધુમાં આજે સવારે નીતા અંબાણી અને જૂહી ચાવલા પણ બેંગલુરુ એરપોર્ટ પર આ માટે જોવા મળ્યા હતા. નોંધનીય છે કે આ હરાજીમાં ક્રિસ ગેલને હજી સુધી કોઇએ ખરીદ્યો નથી. વધુમાં 5.40 કરોડમાં મુંબઇએ પોલાર્ડને ખરીદ્યો છે. તો 7.6 કરોડમાં પંજાબે અશ્વિનને ખરીદ્યો છે.

ben stoke
  • અંકિત સિંહ રાજપૂતને પંજાબે 3 કરોડમાં ખરીદ્યો
  • અવેશ ખાનને દિલ્હીએ 70 લાખમાં ખરીદ્યા
  • સૈયદ ખલીલ અહમદને હૈદ્રાબાદે 3 કરોડમાં ખરીદ્યા
  • અનિકેત ચૌધરીને આરસીબી એ 30 લાખમાં ખરીદ્યા
  • રજનીશ ગુર્બાનીને કોઇએ ન ખરીદ્યા
  • બાસિલ થંપીને હૈદ્રાબાદે 95 લાખમાં ખરીદ્યા
  • ટી નટરાજનને હૈદ્રાબાદે 95 લાખમાં ખરીદ્યા
  • સિદ્ધાર્થ કૌલને હૈદ્રાબાદે 3.80 લાખમાં ખરીદ્યા
  • કુલવંત ખેજરોવાલિયાને આરસીબી એ 85 લાખમાં ખરીદ્યા
  • વિષ્ણુ વિનોદ, અંકુશ બેંસ, પ્રશાંત ચોપરા, આદિત્ય તારે, સેલ્ડન જેક્સન, બેન મેકડરમોટને કોઇ ટીમે ન ખરીદ્યા
  • ઇશાન કિશનને મુંબઇ ઇન્ડિયન્સે 6.20 કરોડમાં ખરીદ્યા
  • જિતેશ શર્માને કોઇએ ન ખરીદ્યા
  • જોફ્રા ઑર્ચરને રાજસ્થાન રોયલે 7.20 કરોડમાં ખરીદ્યા
  • શિવમ દુબેને કોઇએ ન ખરીદ્યા
  • રાજસ્થાન રોયલે ડેરક શાર્ટને 4 કરોડમાં ખરીદ્યા
  • નીતીશ રાણાને કોલકાતા નાઇટ રાયડર્સે 3 કરોડ 40 લાખમાં ખરીદ્યા
  • હાર્દિક પંડ્યાના ભાઇ કૃણાલ પંડ્યાને 8.80 કરોડમાં મુંબઇ ઇન્ડિયન્સે રિટેન કર્યા
  • કમલેશ નાગરકોટીને કોલકાતા નાઇટરાયડર્સે 3.20 કરોડમાં ખરીદ્યા
  • હર્ષ પટેલને દિલ્હી ડેરડેવિલ્સે 20 લાખમાં ખરીદ્યા
  • દિલ્હીએ વિજય શંકરને 3 કરોડમાં ખરીદ્યા
  • હૈદ્રાબાદે દીપક હુડ્ડાને 3.60 કરોડમાં રિટેન કર્યા
  • દિલ્હીએ રાહુલ તેવતિયાને 3 કરોડમાં ખરીદ્યા
  • 1.2 કરોડમાં દિલ્હીએ પૃથ્વી શૉને ખરીદ્યા
  • સિદ્ધેશ લાડને કોઇએ ના ખરીદ્યા
  • 1.1 કરોડમાં મનન વોહરાને આરસીબીએ ખરીદ્યા
  • રાહુલ ત્રિપાઠીને 3.4 કરોડમાં રાજસ્થાને ખરીદ્યા
  • હિમાંશુ રાણાને કોઇએ ના ખરીદ્યા
  • પંજાબે 1 કરોડમાં મયંક અગ્રવાલને ખરીદ્યા
  • રિકી ભુઈને હૈદ્રાબાદે 20 લાખમાં ખરીદ્યા
  • ઇશાંક જગ્ગીને કલકત્તાએ 20 લાખમાં ખરીદ્યા
  • 1.8 કરોડમાં કેકેઆર એ અંડર-19 હીરો શુબમન ગિલને ખરીદ્યા
  • મુંબઇ ઇન્ડિયન્સે સૂર્યકુમાર યાદવને 3.2 કરોડમાં ખરીદ્યા
  • 5.8 કરોડમાં કલકત્તાએ કુલદીપ યાદવને રિટેન કર્યા. આ સાથે જ સ્પિન બોલર્સની બોલી સમાપ્ત થઇ.
  • એડમ ઝાંપાને કોઇ ટીમે ન ખરીદ્યા
  • 6 કરોડમાં આરસીબીએ ચહલને રિટેન કર્યા.
  • સેમ્યુઅલ બદ્રીને કોઇ ટીમે ન ખરીદ્યા
  • દિલ્હીને અમિત મિશ્રાએ 4 કરોડમાં ખરીદ્યા
  • 9 કરોડમાં હૈદ્રાબાદે રાશિદ ખાનને રિટેન કર્યા
  • ચેન્નાઇ સુપરકિંગ્સે કર્ણ શર્માને 5 કરોડમાં ખરીદ્યા
  • ઈશ સોઢીને કોઇએ ન ખરીદ્યા
  • ચેન્નાઇ સુપરકિંગ્સે ઇમરાન તાહિરને 1 કરોડમાં ખરીદ્યા
  • 4.2 કરોડમાં કોલકાતા નાઇટ રાઇડર્સે પિયૂષ ચાવલાને 4.2 કરોડમાં રિટેન કર્યા
  • લસિથ મલિંગાને કોઇ ટીમે ન ખરીદ્યા
  • 4.2 કરોડમાં દિલ્હીએ રબાડાને રિટેન કર્યા
  • મિશેલ મેક્લેનાઘનને કોઇ ટીમે ન ખરીદ્યા
  • દિલ્હીએ 3 કરોડમાં મોહમ્મદ શમીને રિટેન કર્યા
  • ઇશાંત શર્માને કોઇ ટીમે ન ખરીદ્યા
  • ટિમ સાઉદીને કોઇએ ન ખરીદ્યા
  • 4.2 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને ઉમેશ યાદવે ખરીદ્યા
  • 5.4 કરોડમાં મુંબઇ ઇન્ડિયન્સે પેટ કમિંસને ખરીદ્યા
  • જોસ હેઝલવુડને કોઇ ટીમે ન ખરીદ્યા
  • મિશેલ જૉન્સનને કોઇ ટીમે ન ખરીદ્યા
  • 2.2 કરોડમાં મુંબઇએ મુસ્તફિઝુર રહમાનને ખરીદ્યા
  • 4.4 કરોડમાં રાજસ્થાને જોસ બટલરને ખરીદ્યા.
  • સેમ બિલિંગ્લને કોઇએ ન ખરીદ્યા
  • 2.2 કરોડમાં અંબાતી રાયડૂને ચેન્નાઇ સુપરકિંગ્સે ખરીદ્યા
  • 8 કરોડમાં રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસનને ખરીદ્યા
  • કોલકાતાએ 6.4 કરોડમાં રોબિન ઉથપ્પાને રિટેન કર્યા
  • નમન ઓઝાને કોઇએ ન ખરીદ્યા
  • 7.4 કરોડમાં કોલકાતા નાઇટ રાઇડર્સે દિનેશ કાર્તિકને ખરીદ્યા
  • ઇંગ્લેન્ડના જૉની બેયરસ્ટોને કોઇએ ન ખરીદ્યા
  • 5 કરોડમાં હૈદ્રાબાદ સનરાઇઝર્સે રિદ્ધિમાન સાહાને ખરીદ્યા
  • 2.8 કરોડમાં ક્વિંટન ડિ કૉકને બેંગલુરુએ ખરીદ્યા
  • પાર્થિવ પટેલને કોઇ ટીમે ન ખરીદ્યા
  • 1.7 કરોડમાં બેંગલુરૂએ મોઇન અલીને ખરીદ્યા
  • 6.20 કરોડમાં પંજાબે માર્કસ સ્ટોઇનિસને રિટેન કર્યા
  • રાજસ્થાન રોયલ્સે સ્ટુઅર્ટ બિન્નીને 50 લાખમાં ખરીદ્યા
  • કૉલિન મુનરોને દિલ્હી ડેર ડેવિલ્સે 1.9 કરોડમાં ખરીદ્યા
  • 1.9 કરોડમાં હૈદ્રાબાદે યુસુફ પઠાણને ખરીદ્યા
  • જેમ્સ ફૉકનરને કોઇએ ન ખરીદ્યા
  • કૉલિન ડી ગ્રેંડહૉમને બેગ્લુરુએ 2.2 કરોડમાં ખરીદ્યા
  • 7.8 કરોડમાં ચેન્નાઇએ કેદાર જાધવને ખરીદ્યા
  • શેન વોટ્સનને 4 કરોડમાં ચેન્નાઇ સુપરકિંગ્સે ખરીદ્યા
  • 2 કરોડમાં હૈદ્રાબાદે કાર્લોસ બ્રેથવેટને ખરીદ્યા
  • 7.4 કરોડમાં ક્રિસ વોક્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ખરીદ્યા
  • માર્ટિલ ગુપ્ટિલને કોઇએ ન ખરીદ્યા
  • 11 કરોડમાં હૈદ્રાબાદે મનીષ પાંડેન ખરીદ્યા
  • હાશિમ ઉમલાને કોઇએ ના ખરીદ્યા
  • 9.6 કરોડમાં બેંગલુરૂએ ક્રિસ ગેલને ખરીદ્યા
  • 1.5 કરોડમાં દિલ્હીએ જેસન રોયને ખરીદ્યા
  • 3.6 કરોડમાં બેગંલુરુએ બ્રેંડન મેક્કુલમને ખરીદ્યા
  • 6.2 કરોડમાં એરોન ફિંચને પંજાબે ખરીદ્યા
  • 3 કરોડમાં પંજાબે મિલરને ખરીદ્યા
  • મુરલી વિજયને કોઇએ ન ખરીદ્યા
  • 11 કરોડમાં પંજાબે કેએલ રાહુલને ખરીદ્યા
  • 5.6 કરોડમાં કરુણ નાયરને પંજાબે ખરીદ્યા
  • યુવરાજ 2 કરોડમાં પંજાબ ટીમે ખરીદ્યા
  • કને વિલ્યમ્સને 3 કરોડમાં હૈદરાબાદે ખરીદ્યા
  • ડ્રેન બ્રાવોને 6.40 કરોડમાં ચેન્નઇએ ખરીદ્યો
  • ગૌતમ ગંભીરને 2.80 કરોડમાં દિલ્હીએ ખરીદ્યો
  • ગ્લેન માક્સ્વેલને 9 કરોડમાં દિલ્હીએ ખરીદ્યો
  • હરભજન સિંહને 2 કરોડમાં ચેન્નઇએ ખરીદ્યો
  • મિચેલ સ્ટાર્કને 9.40 કરોડમાં કોલકત્તાએ ખરીદ્યો
  • અજિંક્યા રહાણેને 4 કરોડમાં રાજસ્થાને ખરીદ્યો
  • બેન સ્ટોક્સને 12.50 કરોડમાં રાજસ્થાને ખરીદ્યો
  • ક્રન પોલર્ડને 5.40 કરોડમાં મુંબઇએ ખરીદ્યો.
India

નોંધનીય છે કે આ સીઝનમાં 1000થી વધુ ખેલાડીઓએ નીલામી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પણ બીસીસીઆઇએ તેમાંથી 578 ખેલાડીઓને પસંદ કર્યા છે. આ ખેલાડીઓને તેમના પ્રોફાઇલના હિલાબે આઠ સ્લેમમાં રાખવામાં આવ્યા છે. આ ખેલાડીઓનો સ્લેબ ક્રમશહ 2 કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા, 1 કરોડ રૂપિયા, 75 લાખ રૂપિયા અને 50 લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે. જ્યારે અનકૈપ ખેલાડીના આધાર મૂલ્ય 40 લાખ રૂપિયા, 30 લાખ રૂપિયા અને 20 લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે ભારતીયોમાં આ વખતે 360 ખેલાડીઓમાંથી 62 કેપ્ડ અને 298 અનકેપ્ડ ખેલાડીઓ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL auction 2018 start at Bangalore for two days from today. Read more news on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X