IPL Auction 2020 Live: પેટ કમિન્સ સૌથી મોંઘો ખેલાડી, 15.50 કરોડમાં વેચાણો
IPL Auction 2020 Live: પેટ કમિન્સ સૌથી મોંઘો ખેલાડી, 15.50 કરોડમાં વેચાણો
કોલકાતાઃ IPLની 13મી સીઝન માટે આજે કોલકાતામાં ખેલાડીઓની હરાજી થશે. પહેલીવાર કોલકાતામાં ખેલાડીઓની હરાજી થવા જઈ રહી છે. આઈપીએલ 2020 માટે કુલ 332 ખેલાડીઓ પર બોલી લાગશે. આ વખતેની હરાજીમાં કુલ 73 ખેલાડીઓને ખરીદવામાં આવશે, જેમાં માત્ર 29 વિદેશી ખેલાડીઓ સામેલ હશે. હરાજી માટે આઈપીએલ મેનેજમેન્ટે 332 ખેલાડીઓને જ શોર્ટલિસ્ટ કર્યા છે, જેમાં 186 ભારતીય ખેલાડી, 143 વિદેશી ખેલાડી અને એસોસિએટ નેશન્સના 3 ખેલાડીઓ સામેલ છે. ઉલ્લેખનીય છે કે હરાજી માટે કલુ 997 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું.














Click it and Unblock the Notifications
