કેરળ HC તરફથી શ્રીસંતને મોટી રાહત,આજીવન પ્રતિબંધમાંથી મુક્તિ

Written By:
Subscribe to Oneindia News

સ્પોર્ટ ફિક્સિંગના મામલામાં બીસીસીઆઇ દ્વારા ક્રિકેટ ખેલાડી શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કેરળ હાઇ કોર્ટ દ્વારા આ પ્રતિબંધ ખસેડી લેવામાં આવ્યો છે. સોમવારે કેરળ હાઇ કોર્ટ દ્વારા આ પ્રતિબંધ ખસેડાતા શ્રીસંતને મોટી રાહત મળી છે. વર્ષ 2013માં આઇપીએલ-6 સ્પોર્ટ ફિક્સિંગના પ્રકરણમાં શ્રીસંત દોષી સાબિત થતાં બીસીસીઆઇ દ્વારા આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

SREESANTH

જુલાઇ 2015માં નવી દિલ્હીની ટ્રાયલ કોર્ટ દ્વારા શ્રીસંત પરના આરોપો નકારાયા હતા, આમ છતાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ(બીસીસીઆઇ) એ તેને સ્કોટિશ લીગ રમવા માટે 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ'(એનઓસી)ના પાડી હતી. આખરે કેરળ હાઇ કોર્ટ દ્વારા સોમવારે આ પ્રતિબંધ ઉંચકવામાં આવ્યો હતો. આ અંગે શ્રીસંતે જણાવ્યું હતું કે, મને મોટી રાહત મળી છે. આખરે ન્યાય મળ્યો ખરો. હું હવે આ અંગે વધુ વિચારવા નથી માંગતો, કારણ કે ભૂતકાળ બદલી શકાવાનો નથી.

English summary
Kerala High Court lifts ban imposed by BCCI on cricketer Sreesanth.
Please Wait while comments are loading...