For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રીતિનો મોટો ખુલાસો, મેચ ફિક્સિંગમાં સામેલ હતા પંજાબના ખેલાડીઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ઓગસ્ટ: એકવાર ફરીથી આઇપીએલ ફિક્સિંગને લઇને નિવેદનબાજી કરવામાં આવી છે પરંતુ આ વખતે નિવેદનબાજી આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદીએ નહીં પરંતુ આઈપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની માલિક અને બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ કરી છે.

પ્રીતિ ઝિંટાએ કેટલાંક ખેલાડીઓના શંકાસ્પદ ગતિવિધિયોમાં લિપ્ત હોવાની શંકા વ્યક્ત કરી છે, અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર પ્રીતિએ આ વાત બીસીસીઆઇની સાથે થયેલી એક બેઠકમાં કહી છે.

શંકા હતી પરંતુ પુરાવા ન્હોતા
પેપર અનુસાર પ્રીતિએ જણાવ્યું છે કે તેમની ટીમ જ્યારે જીતતા જીતતા હારી છે ત્યારથી તેમને પોતાની ટીમના કેટલાંક ખેલાડીઓ પર શંકા થઇ પરંતુ તેમની પાસે સબૂત ન્હોતા એટલા માટે તેમણે આ અંગે કોઇને પણ કંઇ કહ્યું નહીં પરંતુ ફિક્સિંગને લઇને બનાવવામાં આવેલી બ્રાંચ પણ શંકાસ્પદ ખેલાડીઓને પણ પકડી શકી નહીં.

સાઇકોલોજીની સ્ટૂડેંટ હતી પ્રીતિ
પ્રીતિએ જણાવ્યું કે તે સાયકોલોજીની સ્ટૂડેંટ રહી છે એટલા માટે તે વ્યક્તિની બોડી લેગ્વેજ જોઇને સમજી જાય છે તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે, એટલા માટે જેની પર તેમને શંકા હતી તે ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં ફરીથી સામેલ ના કર્યા.

નોંધનીય છે કે પ્રીતિએ આ તમામ વાતો જે મીટિંગમાં કહી છે, તે મીટિંગ બીસીસીઆઇના એ ગ્રુપે બોલાવી હતી જેની પર આઇપીએલ 9ને ફિક્સિંગ મુક્ત રાખવાની જવાબદારી છે. આ મીટિંગમાં આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લા, બીસીસીઆઇ સચિવ અનુરાગ ઠાકુર, બીસીસીઆઇ કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચોધરી અને પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી હાજર રહ્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Some players from Kings XI Punjab may have indulged in suspicious activities linked to throwing matches, and the Indian board’s anti-corruption team has not been able to effectively tackle the menace, the IPL team’s co-owner Preity Zinta told BCCI officials during a meeting this month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X