For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KKR vs SRH: પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી 19 મુકાબલા રમયા છે, જેમાંથી હૈદરાબાદની ટીમ સાત મેચ જીતી છે

|
Google Oneindia Gujarati News

આજે IPL 2021ના ત્રીજા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ઘમાસાણ મુકાબલો થશે. સાંજે 7.30 વાગ્યે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાશે. બંને ટીમનો આ સિઝનમાં પહેલો મેચ છે એવામાં બંને જીત સાથે પોતાના અભિયાનનો આગાઝ કરવાની પૂરી કોશિશ કરશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી 19 મુકાબલા રમયા છે, જેમાંથી હૈદરાબાદની ટીમ સાત મેચ જીતી છે જ્યારે 12 મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. જો કે આ સિઝનમાં હૈદરાબાદની ટીમ કેકેઆરથી મજબૂત જણાવી રહી છે.

હૈદરાબાદની ટીમમાં પેસર ભુવનેશ્વર કુમારની વાપસીથી તેમનું બોલિંગ આક્રમણ મજબૂત થયું છે. જ્યારે ટીમમાં પહેલેથી જ રાશિદ ખાન, જેસન હોલ્ડર અને ટી. નટરાજન જેવા બોલર સામેલ છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સનો બેટિંગ અને બોલિંગ વિભાગ પાછલી સિઝનમાં સંઘર્ષ કરી રહ્યો હતો અને તેના માટે હૈદરાબાદના પેસર અને સ્પિનર્સ આક્રમણથી પાર પાડવું પડકારજનક હશે.

KKR vs SRH Pitch Report

KKR vs SRH Pitch Report

ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની વિકેટ સામાન્ય રીતે સ્પિનર્સને સપોર્ટ કરે તેવી છે. આ સિઝનનો ઓપનિંગ મેચ આ મેદાન પર જ રમાયો હતો, જ્યાં બાદમાં બેટિંગ કરતી ટીમે ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે આ વર્ષે અહીં નવી બોલ પર રમવું બેટ્સમેનને સહેલું પડી રહ્યું છે પણ જેમ જેમ બોલ જૂની થતી જઈ રહી છે તેમ તેમ બેટ્સમેનની મુશ્કેલીઓ વધતી જઈરહી છે. જો કે ઓસના પ્રભાવને જોતાં ટૉસ જીતનાર ટીમ પહેલાં બોલિંગનો ફેસલો કરી શકે છે.

બોયરસ્ટો અને વોર્નર ઓપનિંગ કરશે!

બોયરસ્ટો અને વોર્નર ઓપનિંગ કરશે!

ભારત સામે લિમિટેડ ઓરની સિરીઝમાં જોની બેયરસ્ટોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. એવામાં તેમના ફોર્મને જોતાં મુકાબલામાં તેમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. તેઓ કેપ્ટન ડેવિડ વોર્નર સાથે ઈનિંગ શરૂ કરી શકે છે. જે બાદ ત્રણ નંબર પર મનીષ પાંડે અને ચાર નંબર પર કેન વિલિયમસન બેટિંગ કરી શકે છે.

જે બાદ કેદાર જાદવ, અબ્દુલ સમદ અને અભિષેક શર્મા રમી શકે છે. જ્યારે રાશિદ ખાન લીડ સ્પિનર હશે. ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ભૂવનેશ્વર કુમાર, સંદીપ શર્મા અને ટી નટરાજનની તિકડી એક્શનમાં જોવા મળી શકે છે.

ગિલ અને નારેન કરી શકે છે ઓપનિંગ

ગિલ અને નારેન કરી શકે છે ઓપનિંગ

આ મેચમાં શુભમન ગિલ અને સુનીલ નારેનની જોડી ઓપનિંગ કરી શકે છે. જે બાદ નીતિશ રાણા, ઈયોન મોર્ગન અને દિનેશ કાર્તિક બેટિંગ કરશે. જ્યારે શકિબ અલ હસન અને આંદ્રે રસેલ મેચ ફિનિશરની ભૂમિકા નિભાવી શકે છે. વરુણ ચક્રવર્તી લીડ સ્પિનર હશે. જ્યારે શિવમ માવી અને પ્રસિદ્ધ કૃષ્ણા પેસર બોલિંગ ડિપાર્ટમેન્ટ સંભાળી શકે છે.

IPL 2021: સ્લો ઓવર રેટને કારણે ધોનીને 12 લાખનો દંડIPL 2021: સ્લો ઓવર રેટને કારણે ધોનીને 12 લાખનો દંડ

KKR vs SRH Porbable Playing Xi

KKR vs SRH Porbable Playing Xi

સનરાઈઝર્સ બૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જૉની બેયરસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમસન, કેદાર જાદવ, અબ્દુલ સમદ, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા અને ટી નટરાજન.

કોલકાતા નાઈટ રાઈડર્સઃ શુભમન ગિલ, સુનીલ નારેન, નીતિશ રાણા, ઈયોન મોર્ગન, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન, આંદ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, શિવમ માવી, કમલેશ નાગરકોટી અને પ્રસિદ્ધ કૃષ્ણા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
KKR vs SRH: Playing XI, Pitch Report and Match Prediction. પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X