IPL 2023 RCB vs KKR: કોલકાતાના બોલરોએ કરી કમાલ, RCBને કર્યુ ઓલ આઉટ
IPL 2023ની 9મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 204 રન બનાવ્યા હતા. આ સામે રોયલ ચેલેંજર્સ બેંગલોરના ઓપનર અને મિડલ ઓર્ડરે નિરાશાજનક ઇનિંગ રમી હતી. આ સાથે બેંગલોર 17.4 ઓવરમાં 123 રન બનાવી ઓલ આઉટ થઇ ગયુ હતુ.

કોલકાતાના બોલરોએ બેટ બાદ બોલથી જાદુ કર્યો હતો. કોલકાતાના બોલર વરૂણ ચક્રવર્તી 4, સુયેશ શર્માએ 3 વિકેટ લીધી હતી. આ સાથે સુનિલ નરેને 2 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે કોલકાતાએ આઇપીએલ 2023માં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે શાર્દુલ ઠાકુરે પોતાની IPL કરિયરની પ્રથમ અડધી સદી માત્ર 20 બોલમાં ફટકારવાનું કામ કર્યું હતું. શાર્દુલ મુશ્કેલ સમયમાં બેટિંગ કરવા આવ્યો હતો અને વળતો હુમલો કરતા ટીમને મોટા સ્કોર સુધી લઈ ગયો હતો. ઠાકુર છેલ્લી ઓવરમાં 29 બોલમાં 68 રન બનાવીને આઉટ થયો હતો.












Click it and Unblock the Notifications
