For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુલદીપ યાદવનો કમાલ, ઑસ્ટ્રેલિયામાં 6 વર્ષ પછી કારનામો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં પુજારાના શાનદાર પ્રદર્શન પછી આ સિરીઝમાં પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા કુલદીપ યાદવે ઑસ્ટ્રેલિયન ટીમને પોતાની ચુંગાલમાં ફસાવી.

|
Google Oneindia Gujarati News

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં પુજારાના શાનદાર પ્રદર્શન પછી આ સિરીઝમાં પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા કુલદીપ યાદવે ઑસ્ટ્રેલિયન ટીમને પોતાની ચુંગાલમાં ફસાવીને 300 રન પર પીલ્લું વાળી દીધું. આ દરમિયાન કુલદીપ યાદવે 5 વિકેટ લીધી. કુલદીપ યાદવે 5 વિકેટ મેળવીને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

kuldeep yadav

કુલદીપ યાદવની ટેસ્ટમાં બીજી 5 વિકેટ છે કુલદીપ યાદવે સૌથી પહેલા પોતાની ફિરકીમાં ઉસ્માન ખ્વાજાને ફસાવ્યો. ઉસ્માન ખ્વાજા એ 27 રન બનાવ્યા હતા. ત્યારપછી ટ્રેવિસ હેડ (20), ટિમ પેન (05), નાથન લિયોન (00) અને જોશ હેઝલવૂડ (23) ની વિકેટ લીધી. કુલદીપ યાદવે સૌથી પહેલા રાજકોટમાં વેસ્ટઇંડીઝ વિરુદ્ધ 5 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: હિટમેન રોહિત શર્માના આ રેકોર્ડને હજુ કોઈ ટચ પણ નથી કરી શક્યું

કુલદીપ યાદવ છેલ્લા 6 વર્ષમાં ઑસ્ટ્રેલિયામાં 5 વિકેટ લેનાર પહેલા મેઝબાન સ્પિનર બોલર છે. તેના પહેલા વર્ષ 2012 દરમિયાન શ્રીલંકાના રંગના હેરાથે આ કારનામો કર્યો હતો. હવે જો લેફ્ટ આર્મ સ્પિનર વિશે વાત કરવામાં આવે તો તેના પહેલા વર્ષ 1955 દરમિયાન જોની વારડેલે ઑસ્ટ્રેલિયામાં 5 વિકેટ લીધી હતી. આપને જણાવી દઈએ કે વર્ષ 2005 પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયા ફોલોઓન રમી રહી છે. આ પહેલા તેમને વર્ષ 2005 દરમિયાન ઇંગ્લેન્ડ સામે ફોલોઓન રમ્યું હતું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Kuldeep Yadav 1st chinaman bowler bag 5 wickets in Australia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X