For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KXIP vs RCB : કોહલીની આ ત્રણ ભૂલ મોંઘી પડી, બેંગ્લોરની ભયંકર હાર

KXIP vs RCB : કોહલીની આ ત્રણ ભૂલ મોંઘી પડી, બેંગ્લોરની ભયંકર હાર

|
Google Oneindia Gujarati News

IPL 2020 સીઝનની 31મી મેચ આજે શારજાહ ગ્રાઉન્ડમાં રમાઈ. નાનું ગ્રાઉન્ડ હોવા છતાં કોહલી સેના માત્ર 171 રન જ બનાવી શકી. ધાકડ બેટ્સમેન ફેલ થયા અને બેંગ્લોરના એકેય ખેલાડી ફીફ્ટી ના ફટકારી શક્યા. આ મેચમાં કોહલીએ કેટલાક પ્રયોગો કર્યા જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ભારે પડ્યા.

જણાવી દઈએ કે બેંગ્લોરના બેટ્સમેન બેટથી કંઈ જાદૂ નહોતા દેખાડી શક્યા અને બોલર્સ પણ કંઈ ખાસ પ્રદર્શન નહોતા કરી શક્યા.

ટૉસ જીતી બેટિંગ લેવાનો નિર્ણય સૌથી ખરાબ

ટૉસ જીતી બેટિંગ લેવાનો નિર્ણય સૌથી ખરાબ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન કોહલીએ આ નિર્ણય લેતાંની સાથે જ પહેલી ભૂલ કરી બેઠો. બેંગ્લોરની ટીમમાં એવા ધાકડ બેટ્સમેન ઉપલબ્ધ છે જેઓ ગમે તેવડા ટાર્ગેટને હાંસલ કરી શકે તેમ હતા, છતાં કોહલીએ ચેઝ કરવાને બદલે પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો જે બેંગ્લોર માટે ખોટો સાબિત થયો.

બેટિંગ ઓર્ડરમાં બદલાવ

બેટિંગ ઓર્ડરમાં બદલાવ

વિરાટ કોહલીએ બેટિંગ લાઈનઅપમાં જબરા બદલાવ કર્યા, જેમાં ચોથા નંબરે એબી ડિવિલિયર્સને બદલે વૉશિંગ્ટન સુંદરને બેટિંગ કરવા ઉતાર્યો, પાંચમાં નંબરે શિવમ દુબે અને છેક છઠ્ઠા નંબરે એબી ડિવિલિયર્સને બેટિંગનો મોકો મળ્યો. આઈપીએલમાં રોલ બદલવાથી ખેલાડીનાં પ્રદર્શન પર પણ અસર પડતી હોય છે. સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને 7મા નંબરે બેટિંગ કરવા ઉતાર્યો જે સૌથી મોટી બેંગ્લોરની ભૂલ સાબિત થઈ કેમ કે ક્રિસ મોરીસે માત્ર 8 બોલમાં 312.50ની સ્ટ્રાઈક રેટથી 25 રન બનાવ્યા. જેમાં 1 ચોગ્ગો અને 3 છગ્ગા સામેલ છે. જો ક્રિસ મોરિસ ઉપલા ઓર્ડરમાં રમવા ઉતર્યો હોત તો બેંગ્લોર 171ને બદલે 200 રનથી વધુનો સ્કોર ખડકી શકી હોત.

મોંઘો પાવરપ્લે

મોંઘો પાવરપ્લે

ગ્રાઉન્ડ નાનું હોવાથી પાવરપ્લેમાં કિંગ્સ ઈલેવન પંજાબને કંટ્રોલમાં રાખવાની હતી પણ કોહલી આ કરી ના શક્યા. વૉશિંગ્ટન સુંદર પાવર પ્લેમાં સૌથી ઓછા રન આપે છે, ત્યારે પાવર પ્લેમાં વૉશિંગ્ટન સુંદર પાસે બૉલિંગ જ ના કરાવવી સૌથી મોટી ભૂલ સાબિત થઈ. પાવર પ્લેમાં ક્રિસ મોરિસ, નવદિપ સૈની અને યુઝવેન્દ્ર ચહલે બોલિંગ કરી જે તમામે ખુબ રન લૂંટાવ્યા. માત્ર ચહલ જ એક વિકેટ ખેરવવામાં સફળ થયો હતો.

કિંગ્સ ઈલેવન પંજાબે આસાનીથી ટાર્ગેટ હાંસલ કરી લીધો

કિંગ્સ ઈલેવન પંજાબે આસાનીથી ટાર્ગેટ હાંસલ કરી લીધો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલાં બેટિંગ કરી 6 વિકેટના નુકસાન સાથે 171 રન બનાવ્યા હતા. એરોન ફિંચે 20, દેવદત્ત પડિક્કલે 18, વિરાટ કોહલીએ 48, વૉશિંગ્ટન સુંદરે 13, શિવમ દુબેએ 23, એબીડીએ 2, ક્રિસ મોરિસે 25 અને ઈસારુ ઉદાનાએ 10 રન બનાવ્યા હતા. જ્યારે પંજાબ તરફથી મોહમ્મદ શમીએ 2 વિકેટ, અક્સદીપ સિંહે 1 વિકેટ, મુરગન અશ્વિને 2 વિકેટ અને ક્રિસ જોરડને 1 વિકેટ ખેરવી હતી.

કિંગ્સ ઈલેવન પંજાબે આસાનીથી ટાર્ગેટ હાંસલ કરી લીધો. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની પર્ટનરશિપમાં 78 રન આવ્યા. મયંક અગ્રવાલ 25 બોલમાં 45 રન બનાવી આઉટ થઈ ગયો જે બાદ કેએલ રાહુલ અને ક્રિસ ગેલે ઈનિંગ સંભાળી લીધી. બંનેએ ફીફ્ટી ફટકારી હતી.ક્રિસ ગેલે 53 રન અને કેએલ રાહુલે 61 રન બનાવ્યા. નિકોલસ પૂરને છેલ્લે છગ્ગો ફટકારી કિંગ્સ ઈલેવન પંજાબને મેચ જીતાડી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
KXIP vs RCB: Kohli's three mistakes cost dearly, Bangalore's terrible defeat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X