For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KXIP vs RR: હારથી દુખી નથી રાહુલ, પોતાના બોલર્સના વખાણ કર્યાં

KXIP vs RR: હારથી દુખી નથી રાહુલ, પોતાના બોલર્સના વખાણ કર્યાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કિંગ્સ ઈલેવન પંજાબે આઈપીએલ સીઝન 13ની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 2 વિકેટ ગુમાવી 223 રનનો સ્કોર બનાવ્યો હતો, પરંતુ છતાં ટીમે હારનો સામનો કરવો પડ્યો. રાજસ્થાનની આ 2 મેચમાં સતત બીજી જીત છે, જ્યારે પંજાબને ત્રણ મેચમાં પહેલી હાર સાંપડી છે. એક સમય હતો જ્યારે મેચ સંપૂર્ણપણે પંજાબના ખેમામાં હતી, પરંતુ 18મી ઓવરમાં રાહુલ તેવતિયાએ 5 છગ્ગા લગાવી મેચ રાજસ્થાનના પલડાં તરફ કરી દીધી. જો કે પંજાબના કેપ્ટન કેએલ રાહુલ હારથી દુખી નથી. તેમણે પોતાના બોલર્સના ભેર વખાણ કર્યાં.

k l rahul

તેમણે કહ્યું, "જુઓ, આ ટી20 ક્રિકેટ છે, આમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે, અમારા ખેલાડીઓએ ખુબ સારું પ્રદર્શન કર્યું છે, હવે અમારી મજબૂતી સાથે વાપસી કરવી પડશે. ક્રિકેટનો ખેલ શાનદાર હતો, રાજસ્થાનને જીતનો શ્રેય આપવો પડશે. ગેમ તમને દરેક સમયે વિનમ્ર રાખે છે. મેં વિચાર્યું હતું કે મેચ અમારી પકડમાં છે, પરંતુ અંત સુધી તેમણે સારી બેટિંગ કરી અને અમારા બોલર્સ પર દબાણ બનાવ્યું જેનાથી ભૂલો થઈ."

IPL 2020 : રાહુલ તેવટિયાએ યુવરાજની યાદ અપાવી, સહેવાગ બોલ્યા- માતા આવી ગઈIPL 2020 : રાહુલ તેવટિયાએ યુવરાજની યાદ અપાવી, સહેવાગ બોલ્યા- માતા આવી ગઈ

રાહુલે પોતાના બોલર્સના વખાણ કરતાં કહ્યું કે, "હું તેમના કામની પ્રશંસા કરું છું. તેમણે પાછલી બે મેચમાં સારું કર્યું, એક મેચ ખરાબ ગઈ તો કોઈ વાંધો નહિ. આ સારું થયું કે આવી મેચ અમને ટૂર્નામેન્ટમાં વહેલી જોવા મળી. અમારા બોલર્સ આનાથી સીખશે અને જોરદાર વાપસી પણ કરશે." આ ઉપરાંત રાહુલે માન્યું કે સ્ટેડિયમ બેટિંગ માટે વધુ મદદગાર છે. તેમણે કહ્યું કે, "નાનું મેદાન અને વિશાળ સ્કોર, વાસ્તવમાં કંઈ ફરક ના પડે. અમે પાછલી સાત કે આઠ મેચમાં જોયું છે, પછી તે શારજાહ હોય કે દુબઈમાં, બોલર્સ આ મેચમાં અત્યાર સુધી બધાથી પાછળ ચાલી રહ્યા છે. મહત્વની ઓવરોમાં રાહુલ તેવતિયા અને સંજૂ સેમસને વાસ્તવમાં સારું પ્રદર્શન કર્યું, તેઓ સેટ હતા, શાનદાર પ્રદર્શન કર્યું અને તેઓ આ જીતને લાયક હતા."

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
KXIP vs RR: Rahul is not sad about the defeat, praised his bowlers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X