For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નંબર 4 પર લોકેશ રાહુલે ફટકારી શદી, વિજય શંકરની જગ્યા પર લાગ્યું ગ્રહણ

નંબર 4 પર લોકેશ રાહુલે ફટકારી શદી, વિજય શંકરની જગ્યા પર લાગ્યું ગ્રહણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે પોતાની બીજી વોર્મઅપ મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 7 વિકેટ ગુમાવી 359 રન ફટકાર્યા. જો કે આ રન છતાં ભારતીય ટીમ એ લયને હાંસલ ન કરી શકી જેની જરૂરત હતી. જી હાં, 5 જૂનના રોજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટકરાતાં પહેલાં ભારતના ઉપરી ક્રમના બેટ્સમેન બંને વોર્મઅપ મેચમાં ફેલ રહ્યા. પાછલી મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે હાર મળી હતી. પરંતુ ટીમ માટે ગુડ ન્યૂજ એ છે કે ચોથા નંબર માટે તેમનું ટેન્શન હવે થોડું હળવું થઈ શકે છે કેમ કે લોકેશ રાહુલે બાંગ્લાદેશ વિરુદ્ધ ચોથા નંબર પર શદી ફટકારી ખુદને આ નંબર માટે દાવેદાર બનાવી લીધો છે.

વિજય શંકરની જગ્યા પર ગ્રહણ

વિજય શંકરની જગ્યા પર ગ્રહણ

ભારતના ટૉપ 3 બેટ્સમેન શિખર ધન(19), રોહિત શર્મા (1) અને વિરાટ કોહલી (47) ખાસ સ્કોર ઉભો ન કરી શક્યા. પરંતુ ચોથા નંબર પર આવેલ લોકેશ રાહુલે 99 બોલમાં 108 રન ફટકાર્યા, જેમાં 8 ચોકા અને 4 સિક્સર પણ સામેલ છે. રાહુલે ખુદ પર કોઈપણ પ્રકારનું દબાણ ન લાવતાં બેટિંનો આનંદ ઉઠાવ્યો. આ સાથે જ શંકરની જગ્યા પર ગ્રહણ લાગતું જોવા મળી રહ્યું છે. શંકરને નંબર 4 માટે ચૂંટવામાં આવ્યો હતો. પરંતુ તેને નંબર 5 પર મોકલવામાં આવ્યો અને માત્ર 2 રન બનાવી તે આઉટ થઈ ગયો હતો.

સિલેક્ટર્સની પહેલી પસંદ

સિલેક્ટર્સની પહેલી પસંદ

મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદ મુજબ વિજય શકંર નંબર 4 પર બેટિંગ કરવા માટે તેમની પહેલી પસંદ છે. જો કે તેમના વનડે કરિયર પર નજર નાખીએ તો તે બહુ પ્રભાવશાળી ન રહ્યો. શંકરે 9 મેચમાં 33.30ની એવરેજથી માત્ર 147 રન બનાવ્યા છે, જ્યારે તેમનો હાઈએસ્ટ સ્કોર 46 રનનો છે. આ ઉપરાંત તેને આંતરરાષ્ટ્રીય મેચનો બહુ અનુભવ પણ નથી. વિજય શંકરની આ આઈપીએલ સિઝન પણ સારી ન રહી. તેમની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે તેને કેટલીય મેચમાં નંબર 4 પર બેટિંગ કરાવી હતી પરંતુ તે એટલું પ્રભાવશાળી પ્રદર્શન ન કરી શક્યો. શરૂઆતની કેટલીક મેચમાં વિજય શંકર સારા લયમાં જોવા મળ્યો હતો પરંતુ તે કોઈપણ ઈનિંગને બિગ સ્કોરમાં તબદિલ ન કરી શક્યો જે ચિંતાજનક વાત છે.

રાહુલ પરફેક્ટ બેઠો

રાહુલ પરફેક્ટ બેઠો

જ્યારે રાહુલની વાત કરવામાં આવે તો તે આ નંબર માટે પરફેક્ટ સાબિત થયો છે. રાહુલે આઈપીએલમાં છેલ્લી 2 સીઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબ તરફતી રમતા સીખ્યું છે કે કઈ પરિસ્થિતિઓમાં કેવી રીતે રમવાનું છે. રાહુલ પાસે 14 વનડે રમવાનો અનુભવ છે જેમાંથી તે 14 મેચમાં 343 રન બનાવી ચૂક્યો છે, જેમાં 1 શદી અને 2 ફિફ્ટી સામેલ છે. ઠીક, હવે 5 જૂને જ માલૂમ પડશે કે ટીમ મેનેજમેન્ટ રાહુલને ચોથા નંબર માટે ચૂંટે છે કે નહિ.

વર્લ્ડકપ પહેલા બોલ્યા કોહલી- લગ્ન બાદ કપ્તાનીમાં સુધારો આવ્યોવર્લ્ડકપ પહેલા બોલ્યા કોહલી- લગ્ન બાદ કપ્તાનીમાં સુધારો આવ્યો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
lokesh rahul is fit for 4th number, he scored a century in warm up match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X