મયંતીએ સુરેશ રૈના પાસે માંગ્યો પાસવર્ડ, મળ્યો આ જવાબ

Written By:
Subscribe to Oneindia News

કાનપુરમાં 29 ઓક્ટોબરના રોજ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાયેલ ત્રણ વન ડે સીરિઝની છેલ્લી મેચમાં જીત હાંસલ કરી ટીમ ઇન્ડિયાએ આ સીરિઝ પર કબજો જમાવ્યો હતો. આ મેચમાં બંને ટીમો જ્યારે જીતવાના પ્રયત્નમાં વ્યસ્ત હતી ત્યારે ટીવી પ્રેઝન્ટર મયંતી લેંગર કંઇક અલગ જ પ્રવૃત્તિમાં વ્યસ્ત હતી. મયંતી આ મેચ કવર કરવા કાનપુર પહોંચી હતી. આ દરમિયાન તેમને વાઇ-ફાઇ કનેક્શનની જરૂર હતી અને તેના પાસવર્ડ માટે તેણે સુરેશ રૈનાને ટ્વીટ કર્યું હતું. એ પછી સુરેશ રૈના તો નહીં, પરંતુ ફેન્સે મયંતીને ખૂબ મજેદાર જવાબ આપ્યા હતા.

સુરેશ રૈનાના નામનું વાઇ-ફાઇ કનેક્શન

સુરેશ રૈનાના નામનું વાઇ-ફાઇ કનેક્શન

વાત એમ થઇ કે, મયંતીના મોબાઇલ ડેટાના કનેક્શનમાં તકલીફ આવતા તેમણે વાઇ-ફાઇ નેટવર્ક માટે સર્ચ કર્યું. આ સર્ચ રિઝલ્ટના લિસ્ટમાં તેમને એક ખૂબ રસપ્રદ નામનું વાઇ-ફાઇ કનેક્શન દેખાયું. આ વાઇ-ફાઇ કનેક્શન સુરેશ રૈનાના નામનું હતું.

પૂછ્યો પાસવર્ડ

પૂછ્યો પાસવર્ડ

ખેલાડી સુરેશ રૈનાના નામનું વાઇ-ફાઇ કનેક્શન જોઇ મયંતીને પણ રમૂજ સુઝી. આથી તેમણે આ સ્ક્રિન શોટ લઇ ટ્વીટર પર મુક્યો અને સુરેશ રૈનાને પાસવર્ડ પૂછ્યો. મયંતીનું આ ટ્વીટ જેવું યૂઝર્સ વચ્ચે વાયરલ થયું કે, તેને અનેક રમૂજી રિપ્લાય મળવા માંડ્યા.

MSD ટ્રાય કરો

MSD ટ્રાય કરો

મયંતીએ ટ્વીટમાં સુરેશ રૈના પાસે વાઇ-ફાઇનો પાસવર્ડ માંગ્યો હતો, પરંતુ જવાબ રૈનાના ફેન્સે આપ્યો. તેમણે લખ્યું કે, કાનપુરમાં સુરેશ રૈનાનું નેટવર્ક સૌથી મજબૂત છે. તો કોઇએ લખ્યું કે તેણે પાસવર્ડ તરીકે MSD - મહેન્દ્ર સિંહ ધોનીનું નામ નાખી જોવું જોઇએ.

વાઇ-ફાઇ કનેક્શનનું રહસ્ય

વાઇ-ફાઇ કનેક્શનનું રહસ્ય

કેટલાકે મયંતીને કહ્યું કે, આ વાઇ-ફાઇનો પાસવર્ડ માત્ર પ્રિયંકા કે ગ્રેસિયા સાથે જ શેર કરી શકાય. પ્રિયંકા અને ગ્રેસિયા અનુક્રમે સુરેશ રૈનાની પત્ની અને પુત્રીનું નામ છે. કાનપુરના સ્ટેડિયમમાં સુરેશ રૈનાના નામના વાઇ-ફાઇ કનેક્શન પાછળનું રહસ્ય એ છે કે, રણજીમાં તેઓ ઉત્તર પ્રદેશ તરફથી રમે છે અને આથી કાનપુર સ્ટેડિયમમાં તેઓ ઘણો સમય પસાર કરે છે. આ માટે તેમને વાઇ-ફાઇની સુવિધા આપવામાં આવી છે.

English summary
Mayanti Langer asked cricketer Suresh Raina for his WiFi password and Twitter came with some hilarious reply.
Please Wait while comments are loading...